30 માર્ચ, 2018

Krusabh7😍  
 આજના દિવસનો મહિમા  
                હનુમાન જયંતી


   હનુમાન જયંતી  એ ભારતીય ઉપખંડમાં ઉજવવામાં આવતો હિંદુ ધર્મના લોકોનો મહત્વનો તહેવાર છે.આ પર્વ ભારતમાં વિક્રમ સંવત/શક સંવત મુજબ ચૈત્ર સુદ પૂનમના રોજ મનાવવામાં આવે છે.આ શુભ દિવસને હનુમાનજીનો જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે. હનુમાનજીનું કોઇ અલગ અસ્તિત્વજ નથી. તેઓ શ્રી રામમય થઇ ગયા છે. પરમપ્રભુ શ્રીરામે જ્યારે પ્રશ્ન કર્યો કે તું કોણ છે? ત્યારે સ્વયં નિવેદન કર્યું–”પ્રભો! “देहबुद्धया तु दासोऽस्मि जीव बुद्धया त्वदाम्सकः। आत्मबुद्धया त्वमेवाऽहम् ईति मे निश्चिता मतिः॥” દેહદૃષ્ટિથી તો હું આપનો દાસ છું જીવ રુપથી આપનો અંશ તથા તત્તવાર્થી .શ્રી રામે કહ્યું :”તો આપ અને હું એકજ છીએ આજ મારો મત છે. ” હનુમાનજીનું ચરિત્ર પરમ પવિત્ર અને મધુર તેમજ પરમ આદર્શ છે અને અદભુત્ત પણ છે.હનુમાનજીની પરમ પુણ્યમયી માતાનું નામ અંજની દેવી છે. પરંતુ તે “શંકર સુવન” “વાયુપુત્ર” અને “કેશરી નંદન”પણ કહેવાય છે.અર્થાત –શિવ-વાયુ-અને -કેશરી તેમના પિતા છે.આ રહસ્યને સ્પષ્ટ કરવા માટે અનેક કથાઓ પુરાણોમાં જોવા મળે છે. શ્રી હનુમાન એટલે વીર પ્રાજ્ઞ,રાજનીતિમાં નિપુણ મુત્‍સદી, હનુમાન એટલે વકતૃત્‍વકળામાં નિપૂણ. હનુમાનજી વિદુત્રા બુધ્ધિ રાજનીતિ, માનસશાસ્‍ત્ર, તત્‍વસ્‍થાન સાહિત્‍ય વગેરે સર્વગુણોથી સં૫ન્‍ન હતા.આવી કલિકાલ સર્વજ્ઞ વ્‍યકિત જેની ભકત હોય તે ગુરુને કોઈ વિપતિઓનો સામનો કરવો પડે ખરો?તેથી જ શ્રી રામની સફળતાઓમાં મરુતનંદન હનુમાનજીનો ફાળો અદ્વિતીય હતો.તેઓ આવા સર્વગુણસંપન્‍ન હોવ છતાં તેમનામાં લેશ માત્ર અભિમાનનો ભાવ નહોતો.તેઓ તો હંમેશા શ્રી રામની ભકિતમાં મગ્‍ન રહેતાં.રામને હનુમાનજીનો ભેટો એવા સમયે થયો હતો જયાંરે તેઓ જીવનના સૌથી વધુ વિ૫ત્તિ કાળમાં હતા.શ્રીરામે સીતાજીની શોધનું કપરું કાર્ય હનુમાનજીને સોંપ્‍યું હતું અને તે તેમણે બખૂબી નિભાવ્‍યું હતું. શ્રી રામને હનુમાનજી ઉપર પૂર્ણ વિશ્‍વાસ હતો.તેથી જ જયાંરે રાવણનાભાઈ વિભીષણનો સ્‍વીકાર કરવો કે ન કરવો તે ગડમથલમાં પડેલા શ્રીરામે સુગ્રીવના અભિપ્રાયને ઉવેખીને પણ હનુમાનજીના મંતવ્‍યનો સ્‍વીકાર કરેલો.કારણ કે શ્રીરામ હનુમાનજીને માત્ર એક ભકત તરીકે જ નહોતા નિહાળતા તેનામાં રહેલ માણસને પારખવાની અદભુત શકિતને પણ સમજતા હતા.હનુમાનજીએ સીતાજીને અશોક વાટીકામાં આત્‍મહત્‍યાના માર્ગે જતા અટકાવ્‍યા હતા. તેઓ માત્ર એક વિદ્વાન જ નહિ, એક વીર સૈનિક પણ હતા. તેમનામાં કોઇપણ કાર્ય બુધ્ધિ પુર્વક હાથ ધરવાની સમજદારી હતી.તેથી તેઓએ એકલે હાથે રાવણની આખી લંકા સળગાવી નાખી હતી. શ્રીરામના કોઈ પણ મહત્‍વનાં કાર્યો કે કટોકટીની ક્ષણોમાં હનુમાનજી હંમેશા સાથે જ હતા.ઇન્‍દ્રજીતના બાણથી મરણશૈયા ઉપર પડેલા લક્ષ્‍મણને ઔષધી લાવીને હનુમાનજીએ જ બચાવેલા.રાવણનો યુધ્‍ધમાં નાશ થયો તે સમાચાર સીતાજીને આપ‍વા શ્રીરામ હનુમાનજીને જ મોકલે છે.શ્રી હનુમાનજીનાં આવા કાર્યોથી ગદગદ થયેલા શ્રીરામે રામાયણમાં એક જગ્‍યાએ કહયું છે,મારુતી તમારા મારા ઉપરના અસંખ્‍ય ઉપકારનો બદલો માત્ર પ્રાણ ન્‍યોછાવર કરીને પણ હું વાળી શકુ તેમ નથી.હનુમાન શંકરના ૧૧મા અવતાર હતા.જે સાત અમર મહાનુભાવો પૈકીનાં એક છે અને આ કળીયુગમાં હાજરા હજુર છે. હનુમાનજીની બ્રહ્મચારી તરિકે ગણતરી થાય છે, તેમ તાં તેમનો મકરધ્વજ નામે એક (પરોક્ષ) પૂત્ર હતો.
Krusabh 7😍