ગણિતની દેવી.... શકુંતલા દેવી
મિત્રો, ગણિતનો પિરિયડ આવે ને ઊંઘ આવી જાય.... સાચું ને
શકુંતલા દેવી જ્યારે 3 વર્ષનાં હતાં ત્યારે તેઓ તેમના પિતાજી સાથે પત્તાના ખેલ કરતા હતા ત્યારે તેઓ કોઈ પણ પત્તાના નંબરો મોઢે યાદ રાખતા હતાં.... આવી 'જીવતી જાગતી અજાયબી' હતાં આપણા શકુંતલા દેવી.
કહેવાય છે કે ' પુત્રના લક્ષણ પારણેથી' એવી આ 6 વર્ષની ઉંમરે મૈસૂર યુનિવર્સિટીના જાહેર કાર્યક્રમ માં ગણિતની રીતો, મૌખિક ગણતરી કરવાની સરળ પદ્ધતિઓ આ દીકરી બતાવી પોતાની શક્તિનો પરિચય આપી દીધો હતો.
16 વર્ષની નાની ઉંમરે તેમણે વિદેશયાત્રા શરૂ કરી. 1950માં સૌ પ્રથમવાર ઈંગ્લેન્ડમાં બી.બી.સી સામે રજૂ થયા. તે વખતે બી. સી નો જમાનો હતો. તેમણે આ ઈન્ટરવ્યુમાં मी. मिशेले જે દાખલો પૂછ્યો તેના જવાબો તેમણે सेकंडो માં આપ્યા...
૧૯૭૭માં તેમણે લંડનમાં ૨૦૧ આંકડાની સંખ્યા ૨૩ના વર્ગમૂળનો જવાબ વિના કાગળ અને પેન વગર આપ્યો હતો... આ ઉપરાંત તેમણે ૧૩ આંકડાનો ગુણાકાર 13 આંકડા સાથેનો જવાબ માત્ર ૨૮ સેકંડમાં આપ્યો હતો.... આવી ગજબની પ્રતિભા હતી આ દેવી માં.....
તે સમયના સીડની યુનિવર્સિટી ના પ્રોફેસરો મિ.બેરી અને મિ. સ્માર્ટ એ શકુંતલા દેવી માટે ' અમેજીંગ એન્ડ અનબીલીવેબલ' આવું કીધું હતું...
ફિલિપાઈન્સ યુનિવર્સિટીએ ' વુમન ઓફ ધ યર' નો એવોર્ડ અને ગોલ્ડ મેડલ આપ્યો.
તેમણે આઈ. એ. એસ. ઓફિસર સાથે લગ્ન કર્યા અને તેમને એક દીકરી છે.. છેલ્લે તેઓ બેંગ્લોરમાં રહેતા હતાં....
મિત્રો, તમને એ વાત સાંભળીને નવાઈ લાગશે કે શકુંતલા દેવી ક્યારેય શાળાએ ગયા નથી છતાં પણ તેમને ' બનશે વિથ નંબર્સ ', પરલ ટુ પરલ, મેથબ્લિટ, ધ વન્ડર લેન્ડ ઓફ નંબર, જેવા ગણિતને લગતા ખૂબ જ અદ્ભુત પુસ્તકો લખ્યા છે...
આવા અદ્ભૂત દેવીને તેમના મૃત્યુના એક મહિના પહેલાં વિશ્વ મહિલા દિવસે ' લાઈફ ટાઈમ એચિવમેન્ટ' એવોર્ડ આપી નવાજ્યા
આવા અદ્ભુત દેવીને શત-શત નમન......
ગણિતની દેવી.... શકુંતલા દેવી@ saurabhkumarpatel.blogspot.com