30 એપ્રિલ, 2018

ગુજરાત ગૌરવ દિવસ

ગુજરાત ગૌરવ દિવસ


      આજે ૧લી મે,૨૦૧૮ એટલે ગુજરાત રાજ્યનો ૫૮મો જન્મદિવસ.

     આપણા ભારત દેશની સ્વતંત્રતા અને ભારત અને પાકિસ્તાનનાં ભાગલા પછી ઇ.સ. ૧૯૪૭ના વર્ષમાં ભારત સરકારે પશ્ચિમ ભાગમાં રજવાડાંઓને ભેગાં કરી ત્રણ રાજ્યોની રચના કરી. આ રાજ્યો સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ હતાં. ઇ.સ. ૧૯૫૬ના વર્ષમાં મુંબઈ રાજ્યનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તથા મધ્યપ્રદેશના કેટલાક ભાગો એમાં ઉમેરવામાં આવ્યા. આ નવાંં રાજ્યમાં ઉત્તર ભાગમાં ગુજરાતી બોલતા લોકો અને દક્ષિણ ભાગમાં મરાઠી બોલતા લોકો હતા. આવી પરિસ્થિતીમાં મુંબઇ અને મરાઠી ભાષા બોલતાં જિલ્લાઓમાં અલગ મરાઠી રાજ્ય બનાવવા માટે આંદોલન કરવામાં આવ્યુંં અને આ બાજુ ૮ ઓગસ્ટ ૧૯૫૬ નાં રોજ અમદાવાદમાં ગુજરાતી રાજ્ય બનાવવા માટે કોલેજનાં વિધ્યાર્થીઓએ રજુઆત કરી અને તેમનાંં પર
પોલીસ કાર્યવાહી કરવામાં આવી અને તેમાં ૮ વિદ્યાર્થીઓ મૃત્યું પામ્યા જેના પગલે આખા ગુજરાતમાં દેખાવો શરુ થયાં અને ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ મહાગુજરાત ચળવળ ચલાવવામાં આવી જેમાં સનત મહેતા,દિનકર મહેતા,વિદ્યાગૌરી નિલકંઠ,શારદા મહેતા,અશોક ભટ્ટ,બુદ્ધિબેન ધ્રુવ,રવિશંકર મહારાજ,  બ્રહ્મકુમાર ભટ્ટ,પ્રબોધ રાવલ,હરિહર ખંભોળિયા,દિનકર અમીન,રમણિકલાલ મણિયાર,રણજીતરાય શાસ્ત્રી,માર્કંડ શાસ્ત્રી,નીરૂબેન પટેલ જેેેેવાં આંદોલનકારીઓએ ભાગ લીધો જેમાં કેટલાંય લોકોની ધરપકડ કરવામાંં આવી પણ અંતે આ મહાગુજરાત ચળવળ સફળ થઇ અને ૧લી મે ૧૯૬૦ નાં રોજ ગુજરાતનેે અલગ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. આ ગુજરાત નિર્માણ ના આંદોલન ની આગેવાની શ્રમજીવી વર્ગે લીધેલ આથી ૧લી મે ને ગુજરાત સ્થાપના દિવસ ઘોષિત કરાયો .ત્યારબાદ ગુજરાત સરકારે આ દિવસને "ગુજરાત ગૌરવ દિવસ" તરીકે ઘોષિત કર્યો છે.  આ આઝાદ ગુજરાત નાં સૌપ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા હતાં.ગુજરાતની પહેલી રાજધાની અમદાવાદ હતી જે ૧૯૭૦થી ગાંધીનગર થઇ.

      ભારતનાં પશ્ચિમ છેડે આવેલું ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરમાં સિંધ (પાકિસ્તાન), ઉત્તર અને ઉત્તરપૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશોથી ઘેરાયેલું છે.

     આજે જોઇએ તો ગુજરાત ભારત દેશનું ઔદ્યોગીકૃત રાજ્ય છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, જયારે તેનું સૌથી મોટું શહેર અમદાવાદ છે. અમદાવાદ ગુજરાતનું એકમાત્ર મેટ્રોપોલિટન શહેર છે. ગુજરાત ભારતના વિકસિત રાજ્યોમાંનું એક છે અને તેનો ઔદ્યોગિક વિકાસ દર સમગ્ર ભારતમાં સૌથી વધારે છે અને ભારતના સરેરાશ વિકાસદર કરતા પણ ઘણો વધારે છે.
     
    આજે ગુજરાત ૩૩ જિલ્લાઓ ધરાવતું રાજ્ય છે.જેમાં વિધાનસભાની ૧૮૨ બેઠકો અને લોકસભાની ૨૬ બેઠકો છે. વસ્તી આશરે ૬,૦૩,૮૩,૬૨૮  (૨૦૧૧) પ્રમાણે છે .ગુજરાતએ ભારતનો સૌથી મોટો દરિયાકિનારો ધરાવતું રાજ્ય છે જેની લંંબાઇ ૧૬૦૦ કિ.મિ છે.    

     કવિ નર્મદ અને બીજા ઘણાં કવિઓએ ગુજરાતની ગરિમા માટેની રચનાઓ કરી છે.ગુજરાતનો ઐતિહાસિક, સાંંસ્કૃતિક અને આર્થિક વારસો ખુબ જ સધ્ધર છે. અનેક વાતો,વસ્તુઓ,વિરાસતો  સાચવીને બેઠેલું મારુ ગુજરાત મને મારાં જીવથીયે  વહાલું છે.

  અંતે નર્મદની એક કવિતાની એક પંક્તિ યાદ આવી જાય છે....