29 એપ્રિલ, 2018

ટાંકીવાળું ગામ


ટાંકીવાળું ગામ


    મિત્રો,આપણે જોઇએ છીએ કે કોઇનું ઘર એનાંં ઘર પર લખયેલાં નામ કે સરનામાં પરથી ઓળખાય છે. પણ શું એ માન્યામાં આવે છે કે પાણીની ટાંકી પરથી ઘરની ઓળખ થાય કે આ ઘર કોનુંં છે ? આ પ્રશ્ન આપણને થોડો વિચિત્ર લાગે છે કે ઘરની ઓળખ અને એ પણ પાણીની ટાંકીથી. પણ હા મિત્રો આ વાત સાચી છે.
 
     પંજાબના જલંધર પાસેનું ઉપલગામ કરીને એક ગામ છે જેને પોતાની ઓળખ ટાંકીવાળા ગામ તરીકે કરી છે.આપણે જોઇએ છીએ કે દરેક ગામમાં એક પાણીની ટાંકી હોય છે, પણ આ ગામમાં દરેક ઘર પર એક મોટી અલગ પ્રકારની પાણીની ટાંકી જોવા મળે છે.જે ટાંંકી તે ઘરની આગવી ઓળખ ઉભી કરે છે. 


    વાત એમ છે કે આ ગામનાંં દરેક ઘર પર એક અલગ પ્રકારની ડિઝાઇનવાળી ટાંંકી જોવા મળે છે તે પરથી તમને ખ્યાલ આવે કે આ ઘર કોનું છે, જેમ કે , જો કોઇની છત પર લશ્કરની ટાંકી દેખાતી હોય, તો સમજો કે તે ઘરમાંથી કેટલાક સભ્યો આર્મીમાં છે. જો તમે છત પર વિમાન જુઓ છો, તો તે ઘરના લોકો એનઆરઆઈ છે. આ ઉપરાંત કેટલાંંક ઘર પર એરોપ્લેન, ઘોડા, ગુલાબ, કાર, બસ વગેરે જેવી મોટા કદની ટાંકી જોવા મળે છે. 


    આવી ટાંકી બનાવવાનો વિચાર આજથી લગભગ ૭૦ વર્ષ પહેલાં તાર્સેમ સિંઘ નામના એક વ્યક્તિને આવ્યો હતો. તેઓ હોંગકોંગ વહાણમાં ગયાં હતાં ત્યાં તેમણે આ પ્રકારની ટાંકી જોઇ હતી, અને પછી તેઓએ પોતાના ગામમાં આવીને આવી ટાંકી બનાવવાનું આયોજન કર્યું અને આજે આ ગામમાં ૨૦૦ જેટલા ઘર પર આવી અલગ પ્રકારની પાણીની ટાંકી જોવા મળે છે .ખાસ કરીને એન.આર.આઇ ના ઘર પર તો જોવા મળે જ છે . 

    આ પ્રકારની ટાંકી માત્ર ઘરની ઓળખ ઉભી કરવા માટે જ નહીં પણ તે ઘરની તરસ પણ છિપાવે છે. આ ગામથી પ્રેરાઇને  આજુબાજુનાં ગામમાં પણ આવી ટાંકી બનાવવાની શરૂઆત થઇ છે. 

    મિત્રો જીવનમાં એક વાર આ ગામની આવી અલગ પ્રકારની ટાંકી જોવાનો લહાવો લેવો જોઇએ...