29 એપ્રિલ, 2018

શિક્ષક એ જ મા

શિક્ષક એ જ મા



     આપણે જોયું છે, સાંંભળ્યું છે, ક્યાંક વાંચ્યું પણ હશે કે માતાએ પોતાના બાળકોને ભણાવવા માટે પોતાની મિલકત વેચી દીધી,પોતાના ઘરેણાં વેચી દીધા પણ શું આપે એવુંં સાંભળ્યું છે કે એક શિક્ષકે પોતાના ઘરેણાંં વેચીને પોતાની શાળાના બાળકોને ભણાવ્યાં હોય ? તો જવાબ મળશે ના.... પણ મારે આજે જેની વાત કરવી તે તમિલનાડુના વિલ્લુપુરમની સરકારી સ્કૂલનાં શિક્ષકાશ્રીની..

           બેનશ્રી અન્નપૂર્ણા એ તમિલનાડુના વિલ્લુપુરમની સરકારી સ્કૂલમાં અંગ્રેજી વિષય શિક્ષક તરીકે ફરજ બજાવે છે.જેમણે વિદ્યાર્થીઓના ગુણવત્તાસભર શિક્ષણ માટે પોતાની તમામ કમાણી સમર્પિત કરી દીધી અને પોતાના ઘરેણાં વેચીને એક સરકારી સ્કૂલને એક અનોખી સ્કૂલમાં ફેરવી દીધી. દુનિયાભરના તમામ શિક્ષકો સમક્ષ તેમણે એક આગવું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે આ સ્કૂલને રંગીન અને આકર્ષક ફર્નિચર, ઈન્ટરેક્ટિવ સ્માર્ટબોર્ડ અને ઘણાં બધાં રોમાંચક પુસ્તકોની ભરપુર બનાવી દીધી છે.

   બેનશ્રી નુંં કહેવુંંછે કે "મેં મારા વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવાડવા માટે એક સુંદર વાતાવરણ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. વિદ્યાર્થીઓ સાથે અંગ્રેજીમાં વાતચીત કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં ઘણાં વિદ્યાર્થીઓ સમજી નહતા શકતા પરંતુ સમયની સાથે તેમણે જવાબ આપવાની શરૂ કરી દીધું."   

    તેમણે સૌપ્રથમ બાળકોના ઉચ્ચારણ, વ્યાકરણ અને ભાષા પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. તેઓનું એવુ કહેવુંં હતું કે અહીંના બાળકોને અંગ્રેજી વિષય ગોખીને ભણાવી દેવાતો હતો.જેના કારણે વિધ્યાર્થીઓમાં અંગ્રેજી વિષય પ્રત્યે ડર ઉભો થયો હતો.અને તેમણે આ ડર દુર કરવા ફોનેટિક આધારના માધ્યમથી અંગ્રેજીના જટિલ શબ્દો શીખવાડવાની શરૂઆત કરી અને બાળકો સરળતાથી અંગ્રેજી શિખતાંં થયાં.અને અન્નપૂર્ણાએ પછી ફેસબુકનો ઉપયોગ કરી અંગ્રેજી વિષયનાં વિડિયો કરી ઓનલાઇન શિક્ષણ આપવાની શરૂઆત કરી જેમાં તેમને ઘણી સફળતા મળી છે.
   
    બેનશ્રીનું એવુ કહેવું છે કે "આ નિર્ણય મેંં જાતે લિધો છે કેમ કે હુ કોઇના પર બોજ નાખવાં માંંગતી નહોતી. મારૂં એક જ લક્ષ્ય  હતું કે બાળકો કોઇ પણ જાતના ડર વગર ખુબ જ સારી રીતે ભણી શકે". તેમનાં આ પ્રયાસથી બાળકોના જીવનમાં સુખદ પરિવર્તન આવ્યાં છે અને ધીમે-ધીમે આ સ્કૂલ અને શિક્ષિકા બેન શ્રી ખુબ ચર્ચામાં આવ્યાં અને તેમનાં આ વિચારો અને યોગદાન મિડિયામાં આવવાં લાગ્યાં અને હવે મોટી મોટી સંસ્થાઓ તેમન ફંડ આપવા લાગ્યાં છે.      

     ખરેખર આ શિક્ષિકાબેને મા નો દરજ્જો લઇ લીધો છે ...  
શત શત નમન આ બેનશ્રીને