27 એપ્રિલ, 2018

અનોખા શિક્ષકનો ટચુકડો ફેન

અનોખા શિક્ષકનો ટચુકડો ફેન



     દુનિયામાં એક એવો વર્ગ છે કે રોજ કંઇક અનોખું કરતો રહે છે. અને તેના આ અનોખા કામથી તે પોતાનું, ગામનું, સમાજનું અને દેશનું નામ રોશન કરે છે. અહીં આજે મારે આવાં જ અનોખું કામ કરતા એક પ્રાથમિક શિક્ષક વિશે વાત કરવી છે.કે જેઓના કામનું નામ ટચુકડું છે પણ કામ ખુબ-ખુબ મોટુંંછે.

      
        આ વાત છે આણંદના વિદ્યાનગરમાં આવેલી આઇ.ઇ.બી.પટેલ પ્રાથમિક શાળામાંં ચિત્રકામનાં શિક્ષક તરીકે ફરજ બજવતાં પીનલગીરી ગોસ્વામીની છે કે જેઓએ પોતાના અનોખા કામથી આગવી ઓળખ ઉભી કરી છે. આ શિક્ષક બાળકોને શિક્ષણની સાથે સાથે જીવનમાં ઉપયોગી થાય અવનવાંં કામ પણ શિખવે છે.
   
     પિનલગીરીએ ભારતનો સૌથી નાનો કહી શકાય તેવો ફેન બનાવ્યો છે. તમને વિચારીને નવાઇ લાગશે કે આ ટચુકડો ફેન માત્ર ૧ ( એક ) સે.મી ઉંંચાઇ ધરાવે છે અને તે પણ રિમોટથી ચાલે છે. 

    આ શિક્ષકે  ફેન બનાવવાં માટે ભંગાર માથી નાની મોટર,સ્ટેપલર પીન , રીમોટ કંન્ટ્રોલ કીટ,પ્લાસ્ટિક , અને બેટરીનો ઉપયોગ કરી માત્ર દિવસના ૩ ( ત્રણ ) કલાક લેખે  ૩ ( ત્રણ ) દિવસનાં ૯ કલાકની મહેનત કરીને આ ટચુકડો ફેન માત્ર અને માત્ર ૫૦ ( પચાસ ) રૂપિયાના ખર્ચે તૈયાર કર્યો છે. તેમના આ અનોખા કામે આખા સમાજને અચરજમાં મૂકી દિધા છે. તેમને આ કામ માટે શાળા પરિવાર અને સમાજે તેમને બિરદાવ્યા છે.

    પિનલગીરીનું કહેવું છે કે, " મારા આ ટચુકડા ફેન બનાવ્યાંં પહેલાં લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં ૧.૫ સે.મી ઉંચાઇવાળા  ફેનનો રેકોર્ડ હતો  જે રેકોર્ડ મેં ૧ ( એક ) સે.મી ઉંચાઇવાળો ફેન બનાવી તોડી નાખ્યો. 

   અહીં આપણે આ ટચુકડા ફેનને જોઇએ......


શત શત નમન આ શિક્ષકને....