26 એપ્રિલ, 2018

ટ્વિન્સ ટાઉન

ટ્વિન્સ ટાઉન


        શિર્ષક વાંચીને થોડી નવાઇ લાગે છે, કેમ ખરું ને ...... હમણાં થોડા સમય પહેલાં જુડવા 2 MOVIES આવ્યું હતું એ પહેલાં ઘણાં વર્ષો પહેલાં જુડવા MOVIES આવ્યું હતું, આમાં આપણે બે જોડિયા ભાઇઓની વાત જોઇ હતી.કે જેમાં એક હસે તો બીજો હસે અને એક રડે તો બીજો રડે. અને જુડવા 2 માંં  તો એક ડાયલોગ હતો કે " હમારે બચ્ચે લાખો મેં નહીં લેકિન કરોડોમેં એક હૈ " પણ આ વાત તો થઈ પિક્ચરની પણ શું હકિકતમાં આવું બનતુંંહોય છે ? અને જો બને છે તો આવા જુડવા બાળકો ગામ કે શહેરમાં કેટલાં હોય ? તો જવાબ મળે 1 , 2..... કે 5 એથી વધારે 10 ...... 

        પણ આજે મારે એવા એક શહેરની વાત કરવી છે કે જ્યાં 1 નહીં 2 નહીં 3 નહીં પણ પુરા 200 જોડિયા બાળકો છે. જોયું ને મિત્રો છે ને અદ્બભુત અને નવાઇની વાત...

      આ વાત છે બ્રિટનનાંંએક એક નાનકડા શહેર બૂજિમની.

         20 હજારની વસતિવાળા આ શહેરમાં પાંચ-પચ્ચીસ નહીં પણ પૂરા 200 જૂડવા બાળકો છે.આ વાત લોકોની સામે ત્યારે આવી  કે જ્યારે એક પત્રકાર નેડિઝબ વ્યૂસેલની પત્નીએ જૂડવા બાળકોને જન્મ આપ્યો. આ દંપતિ પોતાના બાળકોને ગાર્ડનમાં ફરવા લઈ ગયા ત્યારે બીજા પણ કેટલાક માતા-પિતા પોતાના જૂડવા બાળકોને લઈને  ગાર્ડનમાં આવ્યા હતા.આ દ્રશ્ય આ પત્રકારે જોયુંં અને આ પત્રકારે પછી થોડી વધુ તપાસ કરી તો બીજા ય ઘણા ટ્વિન્સ બાળકો મળ્યા. તપાસ આગળ વધતી ગઈ એમ આંકડો મોટો થતો ગયો. અંતે ખબર પડી કે આવા પાંચ-પચ્ચીસ નહીં પણ 200 જૂડવા બાળકોનો જન્મ છેલ્લા 20 વર્ષમાં થયો છે. આટલી મોટી સંખ્યામાં જોડિયા બાળકો જન્મતા હોવાથી સંશોધકો માટે પણ તે આશ્વર્ય અને સંશોધનનો વિષય બન્યો છે.

      અને નવાઇની વાત એ છે કે આટલી મોટી સંખ્યામાં ટ્વિન્સ બાળકોના કારણે શહેરનું હુલામણું નામ જ ટ્વિન્સ ટાઉન પડી ગયું છે. ઘણા અધિકારીઓ તો આ શહેરનું ખરેખર નામ બદલીને ટ્વિન્સ ટાઉન કરી નાખવાની ભલામણ કરે છે.

     આ વાત તો થઇ બ્રિટનનાંં નાનકડા શહેર બૂજિમની પણ વિશ્વમાં ઘણાં શહેરો છે જ્યાંં ઘણી મોટી સંખ્યામાં જોડીયા બાળકો જોવા મળે છે.