25 એપ્રિલ, 2018

અદભુત પક્ષીપ્રેમ

અદભુત પક્ષીપ્રેમ 


    અત્યારે હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં મનુષ્યો પાણી અને ઠંડક માટે વલખાં મારે છે, તો મુંગા પક્ષીઓ અને પ્રાણીઓનુંં શું ?

     આ વાત હિંમતનગરના કેશરપુરા ગામની શાળાએ જતી નાની દિકરીઓ ખુશ્બુ વિમલભાઇ પટેલ અને કાવ્યા વિમલભાઇ પટેલ બે સગી બહેનોની છે કે  જેઓમાંં ખુબ નાની ઉંંમરમાં જીવદયા પ્રત્યેની ભાવના ભરેલી જોવા મળે છે.  

     આ બંને બહેનોએ ઉનાળાની શરૂઆતમાં જ પાણીથી તરસતાં વલખાં મારતાં પક્ષીઓને જોયા અને તેમને વિચાર કર્યો કે એવું તો શું કરીએ તો આ મૂંગા પક્ષીઓ પોતની તરસ મિટાવી શકે અને ઠંડકમાં રહીને ચણ ચણી શકે આ માટે દિકરીઓ પાસે જે કંંઇ પણ પૈસાની બચત હતી તેમાંથી થોડા પાણીના કુંડા અને માટીનાં નાના ઘર ખરીદ્યા અને ગામની એવી જગ્યાઓ પસંદ કરી કે જ્યાં પક્ષીઓ સૌથી વધારે આવતાં હોય ત્યાં આ કુંડા અને માટીનાં ઘર લગાવ્યાં . આ દિકરીઓનો વિચાર અને જીવદયા પ્રત્યેનું કામ તેમનાં પિતા વિમલભાઇએ જોયું અને તેમને તેમની આ દિકરીઓના આ ભગીરથ કાર્યમાંં સાથ આપવાની શરુઆત કરી. 

       ધીમે-ધીમે આ અદભુત કામની નોંધ આખા ગામે લીધી અને પછીતો આખા ગામે પોતાની યથાશક્તિ પ્રમાણે દાન આપવાનુંં શરૂ કર્યું અને આજે દરેક ઘેર-ઘેર પક્ષીઓ માટે પાણીનાં કુંડા અને માટીના ઘર અને ગામમાંં ઠેર-ઠેર આવાં પાણીનાં કુંડા અને માટીના નાનાં ઘર જોવા મળે છે જ્યાં પક્ષીઓ કોઇપણ જાતનાં ભય વગર પાણી પી શકે છે અને માટીનાં ઘરમાં રહેલ ચણ ચણી શકે છે.
  
         જોયું ને મિત્રો , આ દીકરીઓએ શરુ કરેલું નાનકડુ કાર્ય આજે એક મહાયજ્ઞના રૂપમાં ફેરવાઇ ગયું છે..

             ધન્ય છે આ દિકરીઓને, અને ધન્ય છે આ કેશરપુરાની ધરતીને