24 એપ્રિલ, 2018

"એજ્યુકેશન ઓન રોડ"

 
એજ્યુકેશન ઓન રોડ





         દરેક બાળકનું એક સપનું હોય છે , કે તેઓ ભણી-ગણીને સ્વમાનભેર જીવન જીવે પણ અમુક બાળકો ગરીબીને કારણે ભણી શકતાં નથી,અને ઘર ચલાવવાં માટે  પરિવારની સાથે તેઓ મજુરી કરવા નીકળી જાય છે, અને તેમનાં સ્વપ્ન ને સ્વપ્ન બનીને જ રહી જાય છે.

    પણ આ સ્વપ્નને પુરૂ કર્યું છે અમદાવાદ ટ્રાફિક પોલીસે........

       અમદાવાદ ટ્રાફિક પોલીસે  જે બાળકો ગરીબીને કારણે ભણી શકતાં નથી અને  પરિવાર સાથે ગુજરાન ચલાવવાં માટે મજુરી કરે છે અથવા તો રોડ પર ભિક્ષા માંગે છે તેવાં બાળકોને એનજીઓ સાથે મળીને  શિક્ષણ આપવાની શરૂઆત પકવાન ચાર રસ્ત્તા પાસે એક ટેન્ટમાં " એજ્યુકેશન ઓન રોડ" નામના અનોખા પ્રોજેક્ટથી કરી છે. 

      આ અનોખા પ્રોજેક્ટમાં બાળકોને સાક્ષર કરવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દરરોજનો એક કલાક ફાળવે છે જેમાં શિક્ષણની સાથે સાથે અલગ- અલગ એક્ટિવિટી પણ કરાવવામાં આવે છે.આ પ્રોજેક્ટમાં ગરીબ બાળકોને સ્લેટ અને પેન પણ આપવામાં આવે છે

      એક અઠવાડિયા જેટલો સમય થયો છે આ પ્રોજેક્ટ શરૂ થયાંને અને અત્યારે હાલ પકવાન ચાર રસ્તા બાદ થલતેજ વિસ્તાર અને સ્ટેડિયમ વિસ્તારમાં પણ આ અનોખા પહેલની શરુઆત કરવામાંં આવી છે. ટ્રાફિક પોલીસ ધ્વારા એવું જણાવવામાં આવ્યુંં છે કે ધીમે ધીમે આ અનોખા પ્રોજેક્ટની  શરુઆત શહેરનાં દરેક ચાર રસ્તા પર કરવામાં આવશે જેનો સીધો લાભ ગરીબ બાળકો લઇ શકશે.

      શત - શત વંદન અમદાવાદ ટ્રાફિક પોલીસને