23 એપ્રિલ, 2018

વાત ચાંદણકી ગામની

વાત ચાંદણકી ગામની



      આપણી ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે , ' ઘરડાં ગાડા વાળે " .... આ કહેવતને સાર્થક કરતુ ગામ એટલે ચાંદણકી.....

         મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલુ 1000 જેટલી વસ્તીધરાવતુ ગામ.આ ગામની કુલ અંદાજિત વસ્તી1000 માંથી 900 કરતાં વધુ લોકો અમેરિકા જેવાં દેશો અને અમદાવાદ જેવાં શહેરોમાં રહે છે.અહી આ ગામમાં માત્ર અને માત્ર વૃધ્ધો જ જોવા મળે છે.. અત્યારે આ ગામમાં માત્ર 60 જેટલાં વૃધ્ધ લોકો રહે  છે.

     આ ગામની વાત કરીએ તો આઝાદી પછી જ્યારથી પંચાયતી રાજ અમલમાં આવ્યુ ત્યારથી આજ દિન સુધી ગ્રામપંચાયતની ચુંંટણી થઇ નથી જેની સીધી અસર ગામનાંં વિકાસ પર જોવા મળે છે. આજે ગામનાં ખુણે-ખુણે આર.સી.સી.રોડ, 24 કલાક વીજળી અને પાણીની સુવિધા, 100% શૌચાલય અહી જોવા મળે છે, અને આ ગામમાં  એકપણ મચ્છર જોવા મળતો નથી જેનાં પરથી આ ગામની સ્વચ્છતાનો અંદાજ લગાવી શકીએ છીએ, અને અહીંની મુખ્ય વાત એ છે કે આ ગ્રામપંચાયતનુંં સમગ્ર સંચાલન આદર્શ રીતે વૃધ્ધ સ્ત્રીઓ કરે છે , પરિણામે આ ગ્રામપંચાયતને " સમરસ મહિલા ગ્રામપંચાયતનું " બિરુદ મળેલ છે.

     આ વાત તો થઇ ગામનાં વિકાસની પણ આ ગામ સૌથી મોટી અને મુખ્ય વાત એ છે કે અહીં કોઇના ઘેર ક્યારેય રસોઇ થતી નથી. આ ગામમાંં 60 જેટલાં વૃધ્ધો એક જ જગ્યાએ રસોઇ બનાવી જમે છે.અહી સવાર-બપોર-સાંજ ત્રણેય ટાઇમ એક જ રસોડે ચા-નાસ્તો અને જમવાનુંં આયોજન કરવામાં આવે છે અને ગામનાં તમામ વૃધ્ધો સાથે મળીને જમે છે , માટે જ આ ગામને એક અનોખા ગામ તરીકે ઓળખવામાં આવે છે.

     અને અંતે ચાંદણકી ગ્રામ પંચાયતના સરપંચ સમગ્ર ચાંદણકી ગામ વતી એક જ સંદેશો આપે છે કે, અમને તો અહી કોઈ તકલીફ નથી પરંતુ જે બાળકો પોતાના માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મુકવા જેવા નિર્ણયો લે છે. તેમને પણ એક દિવસ એ જ વૃદ્ધાશ્રમની જગ્યા પૂરવાનો વારો આવશે. જેથી દરેક બાળકોએ પોતાના માં-બાપની સેવા કરવાનો મોકો ચૂકવો ના જોઈએ.