23 એપ્રિલ, 2018

વિશ્વ પુસ્તક દિવસ

વિશ્વ પુસ્તક દિવસ


          આજે જોઇએ તો સૌને વેલેન્ટાઇન દિવસ અને વેલેન્ટાઇન વિક, ફ્રેન્ડશિપ ડે જેવા દિવસો બહુ સહેલાઇથી યાદ રાખે છે , પણ આજે ૨૩ એપ્રિલના રોજ વિશ્વ પુસ્તક દિવસ  છે.ગઇ કાલે ૨૨ એપ્રિલે વિશ્વ પૃથ્વી દિવસ હતો આવા અગત્યનાં દિવસો બહુ ઓછા લોકોને ખબર હોય છે. 

            આજે ૨૩મી એપ્રિલ એટલે વિશ્વ પુસ્તક દિવસ... કેમ આ દિવસ ઉજવવામાં આવે છે, આ દિવસની વિશેષતા શું છે. તે જોઇએ......
  
         આજના દિવસે  મહાન નાટયકાર અને પ્રખર સાહિત્ય સર્જક વિલિયમ શેકસપિયરનો જન્મ ૨૩ મી એપ્રિલે થયો હતો અને આ જ દિવસે તેઓ અવસાન પામ્યા હતા .આ ઉપરાંત બીજા સાહિત્યકારો જેવાં કે  મિગ્યુંએલ લર્વાન્ટીસ અને ઇન્ફા ગાર્સિલસો-દ-વેગાની જન્મતિથી આવે છે આ ઉપરાંત જગપ્રસિદ્ધ સાહીત્યકારોની પૂણ્યતિથી આવતી હોવાથી યુનેસ્કોએ ૧૫મી નવેમ્બર ૧૯૯૫ના રોજ પેરિસમાં યોજાયેલ કોન્ફરન્સમાં ૨૩ એપ્રિલ ‘ વિશ્વ પુસ્તક દિન ‘ તરીકે ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું. 

      આજના દિવસને આ સાથો સાથ વિશ્વ કોપીરાઈટ દિવસ તરીકે પણ ઉજવવાનુંં નક્કી કરાયું .

       આજે ભારત સહિત ૧૦૦ દેશોમાં પુસ્તક દિવસની ઉજવણી કરવામાંં આવી રહી છે.

         લોકોમાં પુસ્તકો વાંચવા પ્રત્યેની જાગૃતિ આવે અને તેઓ પોતાના સાંસ્કૃતિક અને સામાજિક વારસા તરફ રસ કેળવતાં થાય એ  વિશ્વ પુસ્તક દિનની ઉજવણીનો મુખ્ય હેતુ છે. 
     આજે ઠેર-ઠેર ટી.વી. , કોપ્યુટર , ડીવીડી તેમ જ ઇન્ટરનેટ જેવાં ઉપકરણોનો વપરાશ વધ્યો છે એથી પુસ્તકો ખરીદીને વાંચવાની વૃતિ જો કે ઘટી હોય એમ જણાય છે . એમ છતાં પુસ્તકોની અગત્યતા તો સદા રહેવાની જ છે ...
  
      ઘણી જગ્યાએ આજના દિવસે તો લેખકોનાં સન્માન પણ થાય છે.

    ગુણવંત શાહે એક સુંદર સુચન કર્યું હતું કે કોઈના લગ્નપ્રસંગે, મેરેજ એનિવર્સરી જેવા પ્રત્યેકનાના-મોટા પ્રસંગે  આપને જે ભેટસોગાદ આપીએ છીએ એને બદલે કોઈ સારું મનગમતું પુસ્તક ભેટમાં આપવાની પ્રથા ચાલુ થાય એ ખુબ જરૂરી છે.

            ગુજરાતી ભાષાએ પણ આપણને ઉત્તમ પુસ્તકો ભેંટ્માં આપ્યા છે.

   ભારતનું પ્રથમ પુસ્તક તામિલ ભાષામાં એ પછી એક સદી પછી પ્રગટ થયું..ગુજરાતી ભાષાનું પ્રથમ પુસ્તક 1805માં પ્રસિધ્ધ થયું..જે એક અંગ્રેજ દ્રારા થયું હતું...બીબાંની શોધ પહેલાં ભારત અને ચીનમાં હસ્તલિખિત અનેક ગ્રંથો રચાયા  હતા..આપણા જૈનભંડારોમાં એવી અમાનતો  સચવાઇ છે.. 

     ગાંધીજીએ પુસ્તક માટે કહ્યું છે કે ...પુસ્તકનું મૂલ્ય રત્ન કરતાંય અધિક છે. રત્ન બહારની ચમક બતાવે છે. જ્યારે પુસ્તક અંત:કરણને ઉજ્જવળ કરે છે. 

  પુસ્તક એક આશીર્વાદ છે..આશાવાદ છે..આસ્વાદ છે.. 
"માનવીની આમ જો કે શાન છે..
    વાંચવું એ આગવું વરદાન છે ! "
   
       આજે વિશ્વ પુસ્તક દિવસે ભેગા મળીને એક સંક્લ્પ કરીએ કે આપણાંં ઘરમાં ઓછામાં ઓછ ૫( પાંચ ) રાખીએ અને તેને વાંંચીને માણીએ...