22 એપ્રિલ, 2018

આજે વિશ્વ પૃથ્વી દિવસ

આજે વિશ્વ પૃથ્વી દિવસ 


    આજે 22 મી એપ્રિલ એટલે વિશ્વ પૃથ્વી દિવસ.
       
       વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે ?  
     
     લોકોમાં પર્યાવરણ માટે જાગૃતિ આવે તે હેતુ ઇ.સ.1969માં સાન ફ્રાન્સિસ્કો ખાતે યોજાયેલ UNESCO સંમેલનમાં જહોન મેક્કોનેલ દ્વારા પૃથ્વી દિવસ મનાવવાનો પ્રસ્તાવ રખાયો હતો,અને તેના એક મહિના બાદ અમેરિકન સેનેટર ગેરાલ્ડ નેલ્સને અલગથી 22 એપિલના રોજ પર્યાવરણીય શિક્ષણ મળી રહે તે અર્થે ‘વિશ્વ પૃથ્વી દિન’ મનાવવાની ઘોષણા કરી. તેમના આ કાર્ય બદલ તેમને ‘પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ’ પુરસ્કારથી સન્માનિત કરાયા અને 1970થી સમગ્ર વિશ્વમાં 22 એપ્રિલના દિવસને ‘વિશ્વ પૃથ્વી દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.
      
     ‘વિશ્વ પૃથ્વી દિવસ’ની સૌપ્રથમ  ઉજવણી અમેરિકાના રાજ્યોમાં સેનેટર ગેરાલ્ડ નેલ્સનની આગેવાની હેઠળ  કરાઈ હતી અને 1970 થી 1990 સુધીમાં આ ચળવળમાં 141 દેશો જોડાયા હતા અને અત્યારે હાલમાં ભારત સહિત 192 જેટલા દેશો જોડાયેલા છે. 
        
       વિશ્વ પૃથ્વી દિન મનાવવા પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ છે કે આ દિવસે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં વસંત અને દક્ષીણ ગોળાર્ધમાં પાનખરની ઋતુ હોય છે. વિશ્વમાં ૧૬-૨૨ એપ્રિલને પૃથ્વી સપ્તાહ તરીકે મનાવાય છે.
   આજે વિશ્વના 192 દેશોના લોકો ‘પર્યાવરણ સંરક્ષણના સમર્થન ’ માટે પૃથ્વી દિવસ ની ઉજવણી કરશે.. 

     આજે પર્યાવરણનું રક્ષણ કરવુંંઅને કરાવવું ખુબ અઘરૂ બની ગયું  છે. આજે આપણે જોઇએ  છીએ કે માણસ  ઠેર ઠેર પ્રર્યાવરણને નુકશાન પહોંંચાડી રહ્યો છે.માનવી પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરતો થયો  જેનાં કારણે  પર્યાવરણ પર ખુબ માઠી અસર પડી છે. 

     આજે જોઇએ તો આવા બધાં પ્રદુષણોથી પૃથ્વી પર ખુબ સમસ્યાઓ ઉભી થઇ રહી છે,જેવી કે 

-ઉત્તર ધ્રુવ પરનો ઘન બરફનું પીગળવું.
- સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોને અટકાવનાર ઓઝોન સ્તરમાં છિદ્ર.
- ભયંકર તોફાન,  સુનામી, કમોસમી વરસાદ.
- ગ્લોબલ વોર્મિંગથી પૃથ્વીના તાપમાનમાં છેલ્લા સૌ વર્ષમાં 0.18 ડિગ્રીનો વધારો થયો છે.
- 21મી સદીમાં આ 1.1-6.4 ડિગ્રી સેન્ટીગ્રેડ વધી જશે.
- મનુષ્યમાં ચામડીના રોગ અને કેન્સરના રોગ વધી જશે.
- દરિયાનું જળસ્તર વધશે અને દરિયા કિનારાના વિસ્તારો ડૂબી જશે.
   
    દિવસે-દિવસે વૃક્ષોનુ પ્રમાણ ઘટી રહ્યુંં છે. જેની સીધી અસર વાતાવરણ પર પડી છે. દિવસે-દિવસે તાપમાનમાંં વધારો થઇ રહ્યો છે. 
   
           આપણે જો જાગૃત નહીં થઇએ તો  એક દિવસે આપણી આ પૃથ્વીનું નામો-નિશાન નહીં રહે. આજે વિશ્વ પૃથ્વી દિવસે એક સંક્લ્પ કરીએ કે આપણે સૌ ભેગા થઇને પર્યાવરણને અને આ પૃથ્વી બચાવીએ....

આજે મેં એક સંકલ્પ કર્યો છે કે હું વધુમાં વધુ વૃક્ષો ઉગાડીશ અને ઉગાડાવીશ...

આપ આજનાંં દિવસે શું સંકલ્પ કરશો....