20 એપ્રિલ, 2018

એક અનોખું ગામ

                               એક અનોખું ગામ

   
                       

    મતદાન કરવું એ આપણી સૌની નૈતિક ફરજ છે. આજે ભારત અને ગુજરાત સરકારે લોકો મતદાન માટે જાગૃત થાય તે માટે અવનવા કાર્યક્રમો કરે છે, અને તેમાં ઘણી બધી સફળતા મળી પણ છે. આજે જોઈએ તો લોકોમાં મતદાન પ્રત્યે રસ, રુચિ વધી છે લોકો મતદાન પ્રત્યે જાગૃત થયાં છે.
    પણ, આજે એ ગામની વાત કરવી છે કે જેણે વર્ષો પહેલાં લોકો ફરજિયાત પણે મતદાન કરે તે માટે અનોખું કામ કર્યું છે. તે જોઈએ,,,
   વાત છે રાજકોટથી ૨૦ km દુર રાજકોટ-ભાવનગર રોડ પર  રાજસમઢીયાળ નામે ગામ આવેલ છે.
   આ ગામની વિશેષતા એ છે કે ગામનાં લોકોએ ભેગા મળીને જાતે સવૅસંમતિથી અમુક કડક નિયમ બનાવ્યાં છે.
    જેમાં લોકો ફરજિયાત મતદાન કરે એ માટેનો નિયમ પણ છે. જો ગામનું કોઈ વ્યક્તિ મતદાન કરતું નથી તો તેને દંડ કરવામાં આવે છે, જેમાં તેણે ૫૧ રૂપિયા દંડ પેટે ભરવાં પડે છે, અને ગામનાં આ અનોખા પ્રયોગથી દરેક ચૂંટણીમાં આ ગામનું મતદાન ૯૫ % જેટલું થાય છે અને ગામનો દરેક નાગરિક મતદાન પ્રત્યે જાગૃત થયો છે...
   આ વાત તો માત્ર મતદાનની થઈ પણ સાથે સાથે આ ગામે ગામ માટે અમુક નિયમો બનાવ્યા છે જે તોડતા અમુક નક્કી કરેલ દંડ ભરવો પડે છે. જેમ કે, "જાહેર રસ્તા પર કચરો ફેંકવો નહીં" આ એક નિયમ છે જો કોઈ વ્યક્તિ આ નિયમ તોડે તો ૫૧ રૂપિયા દંડ પેટે ભરવાં પડે છે.. આ ગામમાં પ્રવેશતા જ આવા ઘણાં નિયમોનું એક બોર્ડ જોવા મળે છે..
                   
                     
  આજે આ ગામ પોતાનાં આ અનોખા પ્રયોગથી જાણીતું થયું છે.

                          🙏  ગામને શત્ શત્ વંદન.🙏