19 એપ્રિલ, 2018

ગુજરાતનો એકમાત્ર જ્વાળામુખી

 ગુજરાતનો એકમાત્ર જ્વાળામુખી



        મિત્રો, જ્વાળામુખીનું નામ પડતાં જ જાપાન, ઇન્ડોનેશીયા જેવા દેશો યાદ આવી જાય...  પણ આ જ્વાળામુખીવાળા દેશોમાં ભારતનું અને ગુજરાતનું નામ પણ સામેલ છે...   છે ને નવાઇની વાત.
   
         ભારતમાં કુલ ૬ જ્વાળામુખી છે.... જેમાં એક માત્ર સક્રિય જ્વાળામુખી એટલે "બેરન "જે અંદામાન માં આવેલો છે, અને બાકીનાંં પાંચ નિષ્ક્રિય હાલતમાં છે, જેમાં , નાર્કોન્ડેમ અને બરાતાંગ (અંદામાન), ડક્કન ટ્રેપ્સ  ( મહારાષ્ટ્ર), ધોસીહિલ (હરિયાણા), ધિણોધર( ગુજરાત)...... 

        આજે આપણે અહીં ગુજરાતનાં એકમાત્ર જ્વાળામુખી વિશે જાણીએ...
         
         કચ્છમાં આવેલ નખત્રણા પાસે આવેલો ધિણોધર ડુંગર એ હકિકતે એક ઠરેલો જ્વાળામુખી છે.ઘણાં વર્ષો પહેલાં અહીં જ્વાળામુખી ફાટી નીકળ્યો હોવાનું મનાય છે. જે ધીમે-ધીમે ઠરતાં એક ડુંગરનુ સ્વરૂપ ધારણ કર્યું. અને તે ધિણોધર ડુંગરના નામે ઓળખાયો. આ ડુંગરની ઉંંચાઈ બહુ સામાન્ય છે..પણ ભૌગોલિક રીતે આનું મહત્વ અનેક ઘણું છે. અહીંના પથ્થર કાળા રંગનાં છે. અહીંનું જંગલ પથ્થરિયુંં જંગલ છે આવુંં જંગલ યુરોપમાં  આવેલું છે, જેને પ્રવાસન તરીકે જાહેર કરી વિશ્વભરમાં પ્રસિધ્દ્વિ કરાઇ છે.
    
      ઘણાં-ઘણાં વર્ષો પહેલાં અહીં જ્વાળામુખી ફાટ્યો હતો તે પછી તે નિષ્ક્રિય થઇ ગયો. એટલે અહીં પ્રથમ નજરે જોનારને ખબરના પડે કે અહીં જ્વાળામુખી હતો..... 
   
       આ છે આપણાંં ગુજરાતનો એકમાત્ર જ્વાળામુખી... 
          આ છે આપણાં ગુજરાતની આગવી ઓળખ......    

જય જય ગરવી ગુજરાત.....