18 એપ્રિલ, 2018

ગુજરાતનો ઝુલતો પુલ

                             ગુજરાતનો ઝુલતો પુલ

                           
                   

   ઝુલતો પુલ આ નામ સાંભળતા જ ઋષિકેશના રામ ઝુલા અને લક્ષ્મણ ઝૂલા યાદ આવી જાય છે, પણ મિત્રો શું તમે એ વાત જાણો છો કે ગુજરાતમાં પણ આવો એક પુલ છે....
    
    શું ઝુલતો પુલ અને એ પણ ગુજરાતમાં? હા, આ વાત સાચી છે.

    ગુજરાતનો એકમાત્ર ઝુલતો પુલ મોરબીમાં આવેલો છે..
  
     મોરબીનું નામ પડતાં જ ઘડિયાળ અને સિરામિક ઉદ્યોગ યાદ આવી જાય છે, ઘડીયાળ અને સિરામિક સાથે સાથે આ ઝૂલતા પૂલે મોરબીનું નામ ગુજરાત નહીં, ભારત નહીં સમગ્ર વિશ્વમાં પોતાનું આગવું સ્થાન ઊભું કર્યું છે. મોરબીને એ સમયે સોરઠના પેરીસ તરીકે ઓળખાતું હતું. 

    મોરબીમાં આવેલ મચ્છુ નદીનાં એક કાંઠે દરબારગઢ અને એક કાંઠે નજરબાગ પેલેસ આવેલો હતો. આ બંને સ્થળોને જોડવા માટે વાઘજી મહારાજે ૧૮૭૭ માં આ ઝુલતો પુલ બનાવડાવ્યો હતો. આ પુલની લંબાઈ ૨૩૦ મીટર અને તેની પહોળાઈ દોઢ મીટર જેટલી છે. આજે પણ આ ઝુલતો પુલ હયાત છે...
  
    આ ઝુલતો પુલ એ ગુજરાતનો સૌપ્રથમ ઝુલતો પુલ છે અને ભારતનાં શરૂઆતનાં પુલ પૈકીનો એક પુલ છે.

    હમણાં સુધી મોરબીનો આ ઝુલતો પુલ ગુજરાતનો એકમાત્ર પુલ હતો, પરંતુ આજે તેની હાલત ભુલાતા પુલ જેવો થઈ ગયો છે...