13 એપ્રિલ, 2018

ભારત રત્ન

    ભારત રત્ન 


         ભારત રત્ન સન્માન એટલે શું ? તે કોને મળે છે ? કયાંં કામ માટે ભારત રત્ન સન્માન મળે છે ...... 
        ભારત રત્ન એ ભારત દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર છે. આ પુરસ્કાર દેશની સેવા બદલ આપવામાંં આવે છે. 
         અહિં આપણે ભારત રત્ન એવોર્ડ આપવાની શરુઆત ક્યારથી થઇ. અને કયા કયા ક્ષેત્રે આ એવોર્ડ મળે છે તે 
              જોઇશુ.
         ભારત રત્ન પુરસ્કારની સ્થાપના બીજી જાન્યુઆરી ૧૯૫૪નાં રોજ તે સમયનાં રાષ્ટ્રપતિ શ્રી રાજેંદ્રપ્રસાદે કરી હતી.
    પહેલાં આ સન્માન દેશ માટે કરેલ સેવાઓ જેવી કે, કલા,સાહિત્ય,વિજ્ઞાન અથવા જાહેર ક્ષેત્રે પ્રદાન કરવા બદલ 
    આપવામાં આવતી હતી., પરંંતુ ડિસેમ્બર ૨૦૧૧ના સુધારા મુજબ કોઇ પણ ક્ષેત્રે ઉત્ક્રુષ્ટ પ્રદાન આપવા બદલ આ 
    સન્માન આપવાનુંં નક્કિ કરવામાં આવ્યું.આ સન્માન માટે દર વર્ષે વધુમાં વધુ ત્રણ નામની ભલામણ ભારતનાં 
                વડાપ્રધાન દ્વારા ભારતનાં રાષ્ટ્રપતિ કરવામાં આવે છે,
            ૧૯૫૪થી આ સન્માન આપવામાં શરુઆત થઇ અને અત્યાર સુધી કુલ ૪૫ વ્યક્તિઓને ભારત રત્ન સન્માન 
    મળ્યું છે. આ સન્માન મેળવનાર વ્યક્તિને રાષ્ટ્ર્પતિની સહી વાળું એક પ્રશસ્તિપત્રક અને પિપળાના પાનનાં 
    આકારનુંં સન્માનચિંન્હ આપવામાં આવે છે. આ સન્માન સાથે કોઇ નાણાંકિય પુરસ્કાર આપવામાંંઆવતો નથી.
    અને ભારત રત્ન સન્માન મેળવાનાર વ્યકિત ભારતનાં શિષ્ટાચારની યાદીમાં સાતમા ક્રમે ગણવામાં આવે છે.
        આ સન્માન મેળવનાર સૌથી મોટી ઉંંમરની વ્યક્તિ જાણીતા સમાજસેવક શ્રી ઘોન્ડો કેશવ કર્વે હતાં. તેમને 
    આ સન્માન ૧૦૦ વર્ષની ઉંંમરે મળ્યુંં હતુ તો સૌથી યુવા વયે આ સન્માન મેળવનાર વ્યક્તિ જાણીતા ક્રિકેટર સચિન
    તેંદુલકર હતાં. સૌપ્રથમ મરણોપરાંત ભારતરત્નનુ સન્માન મેળવનાર ભારતનાં વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી હતાં 
    તેમને આ સન્માન ૧૯૬૬માં મળ્યું હતું( શરૂઆતમાં મરણોપરાંત સન્માન અપાતુ નહોતુ પણ ૧૯૫૫ પછી આ 
    સન્માન આપવાનુ નક્કિ કરાયું ) અત્યાર સુધીનાં ૪૫ ભારતરત્ન સન્માનમાંંથી ૧૨ વ્યક્તિઓને મરણોપરાંત સન્માન
    આપવામાં આવ્યુ છે..
           આમ તો સામાન્ય રીતે આ સન્માન ભારતનાંં વ્યક્તિઓને જ મળે છે પરંતુ અમુક વિદેશની વ્યક્તિઓ છે જેમને 
    આ સન્માન આપવામાંં આવ્યુ છે, જેમાં ભારત બહાર જન્મેલાં પણ ભારતનુ નાગરિકત્વ મેળવનાર
    મધર ટેરેસાને ૧૯૮૦માં આ સન્માન આપવામાં આવ્યુ આ ઉપરાંત પાકિસ્તાનના નાગરિક અબ્દુલ ગફારખાન,દક્ષિણ 
    આફ્રિકાનાં નેલ્શન મંડેલા અને બીજા બે વિદેશી નાગરિકોને આ સન્માન આપવામાં આવ્યુ છે. 
           
                  

    ભારતરત્ન મેળવેલ મહાનુભાવોની યાદી

            ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન (૧૯૫૪),  સી. રાજગોપાલાચારી (૧૯૫૪) ,સી. વી. રામન (૧૯૫૪),
     ભગવાન દાસ (૧૯૫૫) ,એમ.વિશ્વેસવરીયા (૧૯૫૫), જવાહરલાલ નેહરુ (૧૯૫૫), 
                                     ગોવિંદ વલ્લભ પંત (૧૯૫૭) ધોંડો કેશવકાર્વ (૧૯૫૮), બિધાન ચંદ્ર રોય (૧૯૬૧), 
                                પુરસોત્તમદાસ ટંડન (૧૯૬૧),   ડૉ. રાજેન્દ્ર પ્રસાદ (૧૯૬૨) ,  ડૉ. ઝાકીર હુસૈન (૧૯૬૩), 
                                   પાંડુરંગ વર્મન કાણે (૧૯૬૩), લાલ બહાદુર શાસ્ત્રી (૧૯૬૬), ઈન્દિરા ગાંધી (૧૯૭૧),
                                         વી.વી. ગીરી (૧૯૭૫), કે. કામરાજ (૧૯૭૬) ,  મધર ટેરેસા (૧૯૮૦),  
                               આચાર્ય વિનોબા ભાવે (૧૯૮૩)   ,અબ્દુલ ગફાર ખાન (૧૯૮૭), એમ. જી. રામચંદ્રન (૧૯૮૮), 
                                  ડૉ. ભીમરાવ રામજી આંબેડકર (૧૯૯૦), નેલ્સન મંડેલા (૧૯૯૦), રાજીવ ગાંધી (૧૯૯૧)
                               સરદાર વલ્લભભાઈ પટેલ (૧૯૯૧), મોરારજી દેસાઈ (૧૯૯૧), અબુલ કલામ આઝાદ (૧૯૯૨), 
                                     જે. આર. ડી. તાતા (૧૯૯૨), સત્યજીત રે (૧૯૯૨) ડૉ. એ. પી. જે. કલામ (૧૯૯૭), 
                                ગુલઝારીલાલ નંદા (૧૯૯૭) ,અરુણા અસફ અલી (૧૯૯૭) ,એમ. એસ. સુબ્બુલક્ષ્મી (૧૯૯૮), 
                                 ચિદમ્બરમ સુબ્રમણ્યમ (૧૯૯૮) ,જયપ્રકાશ નારાયણ (૧૯૯૮), પંડિત રવિ શંકર (૧૯૯૯) ,
                                      અમર્ત્ય સેન (૧૯૯૯), ગોપીનાથ બોરદોલોઈ (૧૯૯૯), લતા મંગેશકર (૨૦૦૧) 
                                   બિસ્મિલ્લાહ ખાન (૨૦૦૧), ભીમસેન જોશી (૨૦૦૯), સી.એન.આર.રાવ (૨૦૧૩) ,
                                સચિન તેંડુલકર (૨૦૧૩), મદન મોહન માલવીયા (૨૦૧૪) ,અટલ બિહારી વાજપેયી (૨૦૧૪)


    ભારત રત્ન પછીના સન્માનમાં અનુક્ર્મે પદ્મવિભુષણ ,પદ્મભુષણ અને પદ્મશ્રીનો સમાવેશ થાય છે.