6 એપ્રિલ, 2018

આજે વિશ્વ આરોગ્‍ય દિન : @ saurabhkumarpatel.blogspot.com

આજે વિશ્વ આરોગ્‍ય દિન

       ‘પહેલું સુખ તે જાતે નર્યા'-નિરામય આરોગ્‍યનો મહિમા વર્ણવતી આ કહેવત અત્‍યારે પણ એટલી જ યથાર્થ છે. આરોગ્‍ય અંગે જાગૃતિ લાવવા માટે પ્રતિ વર્ષ સમગ્ર વિશ્‍વમાં ૭ એપ્રિલના દિવસે ‘વિશ્‍વ આરોગ્‍ય  દિન' ઉજવવામાં  આવે છે.
વર્ષ-૨૦૧૬ની ઉજવણીનું સૂત્ર છે-‘ડાયાબિટીસને પછડાટ'
     શહેરીકરણના આજના યુગમાં જીવનશૈલી આધારિત રોગો વધી રહયા  છે, જેમાં હૃદયરોગ, કિડની, લિવર, ડાયાબિટીસ, લોહીનું દબાણ(બ્‍લડપ્રેશર) વગેરે  આધારિત રોગોનો સમાવેશ થાય છે. ડાયાબિટીસનો રોગ આમ કંઇ  જીવલેણ નથી. રોજીંદી દવા લેવાથી તેને કાબુમાં રાખી શકાય છે. પરંતુ શુગર લેવલમાં થતી વધ-ઘટને લીધે લાંબા ગાળે હૃદય, કિડની, લિવર, મગજ, આંખો વગેરે  જેવા શરીરના અગત્‍યના અંગોની કાર્યક્ષમતા પર અસર કરે છે. આ ભયસ્‍થાનોથી બચવા માટે ડાયાબિટીસ જેવા છાના શત્રુને મ્‍હાત કરવો જરૂરી છે. તનાવમુકત  જીવન, યોગ અને પ્રાણાયમ જેવી ભારતીય પધ્‍ધતિઓ, સાદું ભોજન અને હકારાત્‍મક વિચારશૈલી વગેરે થકી ડાયાબિટીસ જેવા રોગોને કાબુમાં રાખી શકાય છે. ‘પ્રીવેન્‍શન  ઇઝ બેટર ધેન કયોર' અને ‘રોગ અને દુશ્‍મનને તો ઉગતા જ ડામવા સારા' એ કહેવતો મુજબ ડાયાબિટીસનો રોગ માનવીના શરીરને અંદરથી કોતરી  ખાય એ પહેલાં તેને જડમુળથી ઉખેડી નાખવો જોઇએ.

         ‘વિશ્‍વ આરોગ્‍ય દિન'ની ઉજવણીનો ઇતિહાસ જોઇએ તો, ૧૯૪૮માં વર્લ્‍ડ હેલ્‍થ ઓર્ગેનાઇઝેશન દ્વારા યોજાયેલ પ્રથમ વિશ્‍વ આરોગ્‍ય સભામાં નક્કી કરાયા મુજબ ૧૯૫૦થી દર વર્ષે સમગ્ર વિશ્વમાં એપ્રિલના દિવસને ‘વિશ્વ આરોગ્‍ય દિન' તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે સમગ્ર વિશ્‍વમાં વૈશ્‍વિક આરોગ્‍ય પ્રત્‍યે જાગૃ૭મી તિ ફેલાવતા કાર્યક્રમો આંતરરાષ્‍ટ્રીય, પ્રાદેશિક અને સ્‍થાનિક સ્‍તરે યોજવામાં આવે છે, જેમાં સ્‍થાનિક સરકાર, આરોગ્‍ય ક્ષેત્રે કાર્યરત સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ, બિન-સરકારી સંસ્‍થાઓ વગેરેનો સહયોગ લઇ દ્વારા વિવિધ આરોગ્‍યલક્ષી કાર્યક્રમો યોજવામાં આવે છે. રોગો સામેની આ લડાઇમાં આમ-જનતા જો સહયોગી બનશે, તો આ લડાઇનો અંત સંભવતઃ વહેલો આવશે, તેમાં શંકાને સ્‍થાન નથી.