9 એપ્રિલ, 2018

ટાઇટેનિકની અંતિમયાત્રાની શરૂઆત

    ટાઇટેનિકની અંતિમયાત્રાની શરૂઆત   
   

                              

  મિત્રો, 10 એપ્રિલ 1912 નો એ દિવસ  સમુદ્ર ના ઈતિહાસમાં આગવું સ્થાન ધરાવે છે
     
આ દિવસની ઘટના જેણે રચી દીધો જહાજની સફરનો ઇતિહાસ, 1909થી વિશ્વનું સૌથી ભવ્ય જહાજ બનાવવાની શરૂઆત થઇ, અને તે 1912ની પહેલી એપ્રિલે તેનું કામ સંપૂર્ણ થયું, જે સ્ટીમરનું નામ અપાયું ટાઇટેનિક!

ટાઇટેનિક એક એવું જહાજ હતું કે જે જર્મનોએ કે બીજા કોઈએ પણ કયારેય કલ્પના ન કરી હોય, ટાઇટેનિકના કદ અને વજનની વાત કરવામાં આવે તો,  
 
કેવું હતું ટાઇટેનિક ?

882 ફૂટ, 9 ઇંચ લંબાઈ, 104 ફૂટ ઊંચાઈ
ખાલી જહાજનું વજન 46,330 ટન વજન
મુસાફરો, પુરવઠા સહિતનું વજન  66,000 ટન
ટાઇટેનિકના એન્જિન 55,000 હોર્સ- પાવરનાં
ક્ષમતા કલાકના 23 નોટસ (42 કિલોમીટર) હતી.

તોતિંગ કદનાં ચાર ભૂંગળાંવાળા જહાજનો બાહ્ય દેખાવ જેટલો ભવ્ય હતો, તેટલી જ શાહી સજાવટ તેની અંદર હતી.મુસાફરોનું મનોરંજન કરવા સંગીતકારોનું બેન્ડ, લાઇબ્રેરી, થિયેટર, ગ્રામોફોન રેકોર્ડ્ઝ અને બીજી અસંખ્ય સગવડો પણ હતી એક થી એક ચડિયાતી.

જહાજનું સૌથી મોટું આકર્ષણ એ હતું કે એ ડૂબી શકે એમ ન હતી. જહાજ જુદાં જુદાં 16 ખાનાંમાં વહેંચાયું હતું. આ પહેલા દુનિયાનું બીજું એક પણ જહાજ વિવિધ ખાનાંમાં વહેંચાયેલું ન હતું. 1912ના એ જમાનામાં 'અનસિન્કેબલ' હોય તો એકમાત્ર 'ટાઇટેનિક'!

આ ભવ્ય જહાજની બનાવટ માટે બ્રિટને 75 લાખ ડોલરનો ખર્ચ કર્યો હતો.

10 એપ્રિલ 1912એ રવાના થયેલા જહાજે માત્ર 4 દિવસની સફર બાદ 14 એપ્રિલે જળ સમાધિ લીધી, એ દુર્ઘટના શું હતી ? કેવી રીતે થયો એ અકસ્માત ? જોઇએ આ અહેવાલમાં.

ટાઇટેનિક 10 એપ્રિલે 2,223 મુસાફરો સાથે ન્યુયોર્ક માટે રવાના થયું હતું. અને 14મી એપ્રિલે રાત્રે તે એક હિમશિલા સાથે ટકરાયું હતું.

ટાઇટેનિકના ડુબવા પાછળ તેની વધુ પડતી ગતિ પણ મહત્વનું એક કારણ માનવામાં આવે છે. અને તેની સ્પીડ વધારવાની સુચના ટાઇટેનિકના માલિક જે બ્રુસ ઇસ્મે એ આપી હતી. જહાજના કેપ્ટન એડવર્ડ સ્મીથને જહાજ વધુ સ્પીડથી ચલાવવાનું કહેવાયું હતું. અને કેપ્ટનને પણ એવો અંદાજ હતો કે હિમશીલા આવશે ત્યાં સુધીમાં જહાજ વળી જશે, પણ તેમ ન થયું. કમનસીબે ટાઇટેનિક વળી ન શકયું, કેમ કે જહાજ ખુબ મોટું હતું અને વળાંક નાનો હતો. જેથી ટાઇટેનિકનો આગળનો ભાગ ટકરાતા જહાજ તુટયું.

મળતી માહિતી પ્રમાણે, રાત્રે 11:40 કલાકે જહાજ તુટયું હતું, અને અંદાજે 2 કલાકને 20 મિનિટે તે સમુદ્રમાં સમાઇ ગયું હતું. ટાઇટેનિક સાથે અથડાયેલા આઇસબર્ગની ઊંચાઈ દરિયાના તળિયેથી 30 મીટર હતી.

                        ટાઇટેનિકની અંતિમયાત્રા

રાત્રે 11:40 કલાકે જહાજ ટકરાયું
2:20 મિનિટે સમુદ્રમાં સમાયું

આ દુર્ઘટનામાં મુસાફરો અને ક્રૂ સહિત 1503 વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હતા.  જ્યારે 705 લોકો બચી શકયા હતા. માનવામાં આવે છે કે મોટા ભાગના લોકો ઠંડા પાણીને કારણે મોતને ભેટયા હતા, એક વાયકા પ્રમાણે ટાઇટેનિક જહાજે પોતાનો પ્રવાસ શરૂ કરતા પહેલા એક ખાસ પ્રથા નિભાવી ન હતી. પ્રથા અનુસાર પ્રવાસની શરૂઆત પહેલા, જહાજમાં નક્કી કરેલ એક જગ્યાએ દારૂની બોટલ તોડવામાં આવે છે, પરંતુ ટાઇટેનિકમાં પ્રવાસ શરૂ કરતાં પહેલા આ પંરપરા નિભાવવામાં આવી ન હતી. લોકોનું માનવું છે કે, જો એવું કરવામાં આવ્યું હોત તો કદાચ તે જહાજ દુર્ઘટનાનો ભોગ ન બનત. ટાઇટેનિકની અંતિમયાત્રાની શરૂઆત @saurabhkumarpatel.blogspot.com