

ગુજરાતના કચ્છમાં આવેલું બલ્દિયા ગામ કે જે ગામના લોકોના બેંક ખાતામાં લાખો નહીં, કરોડો નહીં પણ અરબો રૂપિયાના નાણાં છે. સુખ અને સમૃદ્ધિની વાતમાં આ ગામ દેશના અન્ય ગામ જ નહી પરંતુ ઘણા મોટા શહેરોને પાછળ છોડે છે.
બલ્દિયા ગુજરાતની સૌથી ધનવાન ગામ છે. આ ગામની સમૃદ્ધિનો અંદાજો અહી બનેલા રસ્તાઓ અને સુંદર ભવનો પર લગાઈ શકાઈ છે. ગુજરાતના આ ગામમાં રહેનાર લોકોને દેશમાં જ નહિ પરંતુ વિદેશોમાં પણ ઘર અને સંપત્તિઓ છે. અહી મોટા ભાગના લોકોના ઘરોમાં તાળું લાગેલું રહે છે કેમકે તે લોકો પરિવારની સાથે વિદેશોમાં સ્થાયી થઈ ગયા છે. ત્યાં પણ તેમનું ઘર અને સંપત્તિઓ વગેરે છે. આ ગામની બેંકોમાં પાછલાં બે વર્ષમાં દોઢ હાજર કરોડ રૂપિયા જમા થયેલાં છે.આ ઉપરાંત, અહી આવેલ પોસ્ટ ઓફિસમાં તમે વિચારી પણ ના શકો તેટલા ૫૦૦ કરોડથી પણ વધુ નાણાંની થાપણો છે.
અને એકલું બલ્દિયા જ નહીં પણ આનાં જેવું જ કચ્છનાં ભુજમાં આવેલુ બીજું એક નાનું ગામ છે જેનું નામ છે માધાપુર, કે જે બલ્દિયા ગામના જેવું જ કરોડપતિના ગામ તરિકે ઓળખાય છે. આ ગામમાં બેંકની ૯ કરતાં વધારે શાખાઓ છે અને તેની સાથે સાથે ૧૨ કરતાં પણ વધારે એ.ટી.એમ આવેલાં છે.

આ બલ્દિયા ગામ એશિયાનું સૌથી ધનિક ગામ છે .માણસને નસીબ સાથ આપતું હોય તો જગ્યાને બહુ મહત્વ ના અપાય …. પૈસા સારી અને સાચી રીતે કમાઈ જ શકાય છે એકોઈ નાત-જાત કે ધર્મનો ઈજારો નથી એ વાત તો કચ્છે સાબિત કરી જ દીધી છે !!!
" કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા " આ વાત અહીં સાચી સાબિત થાય છે....................