આપણે મોટા શહેરોમાં ક્યાંક ને ક્યાંક કોઇક ને કોઇક પ્રકારનાં મ્યુઝિયમ જોયા હશે કે સાંભળ્યા હશે. પણ શું ક્યાંંય કાઇટ મ્યુઝિયમનું નામ સાંભળ્યું છે? તો કદાચ જવાબ મળશે ના....
શું જાણવું છે કે ભારતમાં આવું કાઇટ મ્યુઝિયમ ક્યાં છે અને તેની વિશેષતા શું છે ? તો ચાલો જોઇએ અને જાણીએ આ કાઇટ મ્યુઝિયમ....ને....
આ પ્રકારનુંં મ્યુઝિયમ ગુજરાતનું જ નહી પણ પુરા ભારતનુંં સૌ-પ્રથમ કાઈટ મ્યુઝિયમ છે જે ખરેખર ગર્વ લેવા જેવી વાત છે, અને પુરા વિશ્વમાં ચીન પછી બીજા નંબરે આવે છે. અને આ બધામાંં નવાઇ જેવી વાત એ છે કે આ કાઇટ મ્યુઝિયમની મુલાકાત ગુજરાતનાં વ્યક્તિઓ કરતાં વિદેશનાં લોકો વધારે મુલાકાત લે છે.
આ કાઇટ મ્યુઝિયમ અઠવાડિયામાં ૬ દિવસ ( મંગળવાર થી રવિવાર ) સવારે ૧૦ થી ૮ સુધી ખુલ્લુ રહે છે, અને દર સોમવારે બંધ રહે છે. આ કાઇટ મ્યુઝિયમ જોવાનો સૌથી સારો સમય ઑક્ટોબર થી માર્ચ ગણાય છે, અને એમાં પણ જાન્યુઆરીમાં પતંગ મહોત્સવ વખતે આ જોવાની મજા જ કંંઇક ઓર હોય છે. આ સમય દરમિયાન ખુબ જ મોટા પ્રમાણમાં વિદેશી સહેલાણીઓ આ જોવા ઉમટી પડે છે......
ખરેખર આપણા ગુજરાતની આગવી ઓળખ સમા આ કાઇટ મ્યુઝિયમને જોવું અને માણવુંં અચુક જોઇએ.....
કાઇટ મ્યુઝિયમ @saurabhkumarpatel.blogspot.com