30 એપ્રિલ, 2018

ગુજરાત ગૌરવ દિવસ

ગુજરાત ગૌરવ દિવસ


      આજે ૧લી મે,૨૦૧૮ એટલે ગુજરાત રાજ્યનો ૫૮મો જન્મદિવસ.

     આપણા ભારત દેશની સ્વતંત્રતા અને ભારત અને પાકિસ્તાનનાં ભાગલા પછી ઇ.સ. ૧૯૪૭ના વર્ષમાં ભારત સરકારે પશ્ચિમ ભાગમાં રજવાડાંઓને ભેગાં કરી ત્રણ રાજ્યોની રચના કરી. આ રાજ્યો સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ હતાં. ઇ.સ. ૧૯૫૬ના વર્ષમાં મુંબઈ રાજ્યનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તથા મધ્યપ્રદેશના કેટલાક ભાગો એમાં ઉમેરવામાં આવ્યા. આ નવાંં રાજ્યમાં ઉત્તર ભાગમાં ગુજરાતી બોલતા લોકો અને દક્ષિણ ભાગમાં મરાઠી બોલતા લોકો હતા. આવી પરિસ્થિતીમાં મુંબઇ અને મરાઠી ભાષા બોલતાં જિલ્લાઓમાં અલગ મરાઠી રાજ્ય બનાવવા માટે આંદોલન કરવામાં આવ્યુંં અને આ બાજુ ૮ ઓગસ્ટ ૧૯૫૬ નાં રોજ અમદાવાદમાં ગુજરાતી રાજ્ય બનાવવા માટે કોલેજનાં વિધ્યાર્થીઓએ રજુઆત કરી અને તેમનાંં પર
પોલીસ કાર્યવાહી કરવામાં આવી અને તેમાં ૮ વિદ્યાર્થીઓ મૃત્યું પામ્યા જેના પગલે આખા ગુજરાતમાં દેખાવો શરુ થયાં અને ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ મહાગુજરાત ચળવળ ચલાવવામાં આવી જેમાં સનત મહેતા,દિનકર મહેતા,વિદ્યાગૌરી નિલકંઠ,શારદા મહેતા,અશોક ભટ્ટ,બુદ્ધિબેન ધ્રુવ,રવિશંકર મહારાજ,  બ્રહ્મકુમાર ભટ્ટ,પ્રબોધ રાવલ,હરિહર ખંભોળિયા,દિનકર અમીન,રમણિકલાલ મણિયાર,રણજીતરાય શાસ્ત્રી,માર્કંડ શાસ્ત્રી,નીરૂબેન પટેલ જેેેેવાં આંદોલનકારીઓએ ભાગ લીધો જેમાં કેટલાંય લોકોની ધરપકડ કરવામાંં આવી પણ અંતે આ મહાગુજરાત ચળવળ સફળ થઇ અને ૧લી મે ૧૯૬૦ નાં રોજ ગુજરાતનેે અલગ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. આ ગુજરાત નિર્માણ ના આંદોલન ની આગેવાની શ્રમજીવી વર્ગે લીધેલ આથી ૧લી મે ને ગુજરાત સ્થાપના દિવસ ઘોષિત કરાયો .ત્યારબાદ ગુજરાત સરકારે આ દિવસને "ગુજરાત ગૌરવ દિવસ" તરીકે ઘોષિત કર્યો છે.  આ આઝાદ ગુજરાત નાં સૌપ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા હતાં.ગુજરાતની પહેલી રાજધાની અમદાવાદ હતી જે ૧૯૭૦થી ગાંધીનગર થઇ.

      ભારતનાં પશ્ચિમ છેડે આવેલું ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરમાં સિંધ (પાકિસ્તાન), ઉત્તર અને ઉત્તરપૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશોથી ઘેરાયેલું છે.

     આજે જોઇએ તો ગુજરાત ભારત દેશનું ઔદ્યોગીકૃત રાજ્ય છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, જયારે તેનું સૌથી મોટું શહેર અમદાવાદ છે. અમદાવાદ ગુજરાતનું એકમાત્ર મેટ્રોપોલિટન શહેર છે. ગુજરાત ભારતના વિકસિત રાજ્યોમાંનું એક છે અને તેનો ઔદ્યોગિક વિકાસ દર સમગ્ર ભારતમાં સૌથી વધારે છે અને ભારતના સરેરાશ વિકાસદર કરતા પણ ઘણો વધારે છે.
     
    આજે ગુજરાત ૩૩ જિલ્લાઓ ધરાવતું રાજ્ય છે.જેમાં વિધાનસભાની ૧૮૨ બેઠકો અને લોકસભાની ૨૬ બેઠકો છે. વસ્તી આશરે ૬,૦૩,૮૩,૬૨૮  (૨૦૧૧) પ્રમાણે છે .ગુજરાતએ ભારતનો સૌથી મોટો દરિયાકિનારો ધરાવતું રાજ્ય છે જેની લંંબાઇ ૧૬૦૦ કિ.મિ છે.    

     કવિ નર્મદ અને બીજા ઘણાં કવિઓએ ગુજરાતની ગરિમા માટેની રચનાઓ કરી છે.ગુજરાતનો ઐતિહાસિક, સાંંસ્કૃતિક અને આર્થિક વારસો ખુબ જ સધ્ધર છે. અનેક વાતો,વસ્તુઓ,વિરાસતો  સાચવીને બેઠેલું મારુ ગુજરાત મને મારાં જીવથીયે  વહાલું છે.

  અંતે નર્મદની એક કવિતાની એક પંક્તિ યાદ આવી જાય છે....
  

29 એપ્રિલ, 2018

ટાંકીવાળું ગામ


ટાંકીવાળું ગામ


    મિત્રો,આપણે જોઇએ છીએ કે કોઇનું ઘર એનાંં ઘર પર લખયેલાં નામ કે સરનામાં પરથી ઓળખાય છે. પણ શું એ માન્યામાં આવે છે કે પાણીની ટાંકી પરથી ઘરની ઓળખ થાય કે આ ઘર કોનુંં છે ? આ પ્રશ્ન આપણને થોડો વિચિત્ર લાગે છે કે ઘરની ઓળખ અને એ પણ પાણીની ટાંકીથી. પણ હા મિત્રો આ વાત સાચી છે.
 
     પંજાબના જલંધર પાસેનું ઉપલગામ કરીને એક ગામ છે જેને પોતાની ઓળખ ટાંકીવાળા ગામ તરીકે કરી છે.આપણે જોઇએ છીએ કે દરેક ગામમાં એક પાણીની ટાંકી હોય છે, પણ આ ગામમાં દરેક ઘર પર એક મોટી અલગ પ્રકારની પાણીની ટાંકી જોવા મળે છે.જે ટાંંકી તે ઘરની આગવી ઓળખ ઉભી કરે છે. 


    વાત એમ છે કે આ ગામનાંં દરેક ઘર પર એક અલગ પ્રકારની ડિઝાઇનવાળી ટાંંકી જોવા મળે છે તે પરથી તમને ખ્યાલ આવે કે આ ઘર કોનું છે, જેમ કે , જો કોઇની છત પર લશ્કરની ટાંકી દેખાતી હોય, તો સમજો કે તે ઘરમાંથી કેટલાક સભ્યો આર્મીમાં છે. જો તમે છત પર વિમાન જુઓ છો, તો તે ઘરના લોકો એનઆરઆઈ છે. આ ઉપરાંત કેટલાંંક ઘર પર એરોપ્લેન, ઘોડા, ગુલાબ, કાર, બસ વગેરે જેવી મોટા કદની ટાંકી જોવા મળે છે. 


    આવી ટાંકી બનાવવાનો વિચાર આજથી લગભગ ૭૦ વર્ષ પહેલાં તાર્સેમ સિંઘ નામના એક વ્યક્તિને આવ્યો હતો. તેઓ હોંગકોંગ વહાણમાં ગયાં હતાં ત્યાં તેમણે આ પ્રકારની ટાંકી જોઇ હતી, અને પછી તેઓએ પોતાના ગામમાં આવીને આવી ટાંકી બનાવવાનું આયોજન કર્યું અને આજે આ ગામમાં ૨૦૦ જેટલા ઘર પર આવી અલગ પ્રકારની પાણીની ટાંકી જોવા મળે છે .ખાસ કરીને એન.આર.આઇ ના ઘર પર તો જોવા મળે જ છે . 

    આ પ્રકારની ટાંકી માત્ર ઘરની ઓળખ ઉભી કરવા માટે જ નહીં પણ તે ઘરની તરસ પણ છિપાવે છે. આ ગામથી પ્રેરાઇને  આજુબાજુનાં ગામમાં પણ આવી ટાંકી બનાવવાની શરૂઆત થઇ છે. 

    મિત્રો જીવનમાં એક વાર આ ગામની આવી અલગ પ્રકારની ટાંકી જોવાનો લહાવો લેવો જોઇએ...

શિક્ષક એ જ મા

શિક્ષક એ જ મા



     આપણે જોયું છે, સાંંભળ્યું છે, ક્યાંક વાંચ્યું પણ હશે કે માતાએ પોતાના બાળકોને ભણાવવા માટે પોતાની મિલકત વેચી દીધી,પોતાના ઘરેણાં વેચી દીધા પણ શું આપે એવુંં સાંભળ્યું છે કે એક શિક્ષકે પોતાના ઘરેણાંં વેચીને પોતાની શાળાના બાળકોને ભણાવ્યાં હોય ? તો જવાબ મળશે ના.... પણ મારે આજે જેની વાત કરવી તે તમિલનાડુના વિલ્લુપુરમની સરકારી સ્કૂલનાં શિક્ષકાશ્રીની..

           બેનશ્રી અન્નપૂર્ણા એ તમિલનાડુના વિલ્લુપુરમની સરકારી સ્કૂલમાં અંગ્રેજી વિષય શિક્ષક તરીકે ફરજ બજાવે છે.જેમણે વિદ્યાર્થીઓના ગુણવત્તાસભર શિક્ષણ માટે પોતાની તમામ કમાણી સમર્પિત કરી દીધી અને પોતાના ઘરેણાં વેચીને એક સરકારી સ્કૂલને એક અનોખી સ્કૂલમાં ફેરવી દીધી. દુનિયાભરના તમામ શિક્ષકો સમક્ષ તેમણે એક આગવું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે આ સ્કૂલને રંગીન અને આકર્ષક ફર્નિચર, ઈન્ટરેક્ટિવ સ્માર્ટબોર્ડ અને ઘણાં બધાં રોમાંચક પુસ્તકોની ભરપુર બનાવી દીધી છે.

   બેનશ્રી નુંં કહેવુંંછે કે "મેં મારા વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવાડવા માટે એક સુંદર વાતાવરણ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. વિદ્યાર્થીઓ સાથે અંગ્રેજીમાં વાતચીત કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં ઘણાં વિદ્યાર્થીઓ સમજી નહતા શકતા પરંતુ સમયની સાથે તેમણે જવાબ આપવાની શરૂ કરી દીધું."   

    તેમણે સૌપ્રથમ બાળકોના ઉચ્ચારણ, વ્યાકરણ અને ભાષા પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. તેઓનું એવુ કહેવુંં હતું કે અહીંના બાળકોને અંગ્રેજી વિષય ગોખીને ભણાવી દેવાતો હતો.જેના કારણે વિધ્યાર્થીઓમાં અંગ્રેજી વિષય પ્રત્યે ડર ઉભો થયો હતો.અને તેમણે આ ડર દુર કરવા ફોનેટિક આધારના માધ્યમથી અંગ્રેજીના જટિલ શબ્દો શીખવાડવાની શરૂઆત કરી અને બાળકો સરળતાથી અંગ્રેજી શિખતાંં થયાં.અને અન્નપૂર્ણાએ પછી ફેસબુકનો ઉપયોગ કરી અંગ્રેજી વિષયનાં વિડિયો કરી ઓનલાઇન શિક્ષણ આપવાની શરૂઆત કરી જેમાં તેમને ઘણી સફળતા મળી છે.
   
    બેનશ્રીનું એવુ કહેવું છે કે "આ નિર્ણય મેંં જાતે લિધો છે કેમ કે હુ કોઇના પર બોજ નાખવાં માંંગતી નહોતી. મારૂં એક જ લક્ષ્ય  હતું કે બાળકો કોઇ પણ જાતના ડર વગર ખુબ જ સારી રીતે ભણી શકે". તેમનાં આ પ્રયાસથી બાળકોના જીવનમાં સુખદ પરિવર્તન આવ્યાં છે અને ધીમે-ધીમે આ સ્કૂલ અને શિક્ષિકા બેન શ્રી ખુબ ચર્ચામાં આવ્યાં અને તેમનાં આ વિચારો અને યોગદાન મિડિયામાં આવવાં લાગ્યાં અને હવે મોટી મોટી સંસ્થાઓ તેમન ફંડ આપવા લાગ્યાં છે.      

     ખરેખર આ શિક્ષિકાબેને મા નો દરજ્જો લઇ લીધો છે ...  
શત શત નમન આ બેનશ્રીને

27 એપ્રિલ, 2018

અનોખા શિક્ષકનો ટચુકડો ફેન

અનોખા શિક્ષકનો ટચુકડો ફેન



     દુનિયામાં એક એવો વર્ગ છે કે રોજ કંઇક અનોખું કરતો રહે છે. અને તેના આ અનોખા કામથી તે પોતાનું, ગામનું, સમાજનું અને દેશનું નામ રોશન કરે છે. અહીં આજે મારે આવાં જ અનોખું કામ કરતા એક પ્રાથમિક શિક્ષક વિશે વાત કરવી છે.કે જેઓના કામનું નામ ટચુકડું છે પણ કામ ખુબ-ખુબ મોટુંંછે.

      
        આ વાત છે આણંદના વિદ્યાનગરમાં આવેલી આઇ.ઇ.બી.પટેલ પ્રાથમિક શાળામાંં ચિત્રકામનાં શિક્ષક તરીકે ફરજ બજવતાં પીનલગીરી ગોસ્વામીની છે કે જેઓએ પોતાના અનોખા કામથી આગવી ઓળખ ઉભી કરી છે. આ શિક્ષક બાળકોને શિક્ષણની સાથે સાથે જીવનમાં ઉપયોગી થાય અવનવાંં કામ પણ શિખવે છે.
   
     પિનલગીરીએ ભારતનો સૌથી નાનો કહી શકાય તેવો ફેન બનાવ્યો છે. તમને વિચારીને નવાઇ લાગશે કે આ ટચુકડો ફેન માત્ર ૧ ( એક ) સે.મી ઉંંચાઇ ધરાવે છે અને તે પણ રિમોટથી ચાલે છે. 

    આ શિક્ષકે  ફેન બનાવવાં માટે ભંગાર માથી નાની મોટર,સ્ટેપલર પીન , રીમોટ કંન્ટ્રોલ કીટ,પ્લાસ્ટિક , અને બેટરીનો ઉપયોગ કરી માત્ર દિવસના ૩ ( ત્રણ ) કલાક લેખે  ૩ ( ત્રણ ) દિવસનાં ૯ કલાકની મહેનત કરીને આ ટચુકડો ફેન માત્ર અને માત્ર ૫૦ ( પચાસ ) રૂપિયાના ખર્ચે તૈયાર કર્યો છે. તેમના આ અનોખા કામે આખા સમાજને અચરજમાં મૂકી દિધા છે. તેમને આ કામ માટે શાળા પરિવાર અને સમાજે તેમને બિરદાવ્યા છે.

    પિનલગીરીનું કહેવું છે કે, " મારા આ ટચુકડા ફેન બનાવ્યાંં પહેલાં લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં ૧.૫ સે.મી ઉંચાઇવાળા  ફેનનો રેકોર્ડ હતો  જે રેકોર્ડ મેં ૧ ( એક ) સે.મી ઉંચાઇવાળો ફેન બનાવી તોડી નાખ્યો. 

   અહીં આપણે આ ટચુકડા ફેનને જોઇએ......


શત શત નમન આ શિક્ષકને....

26 એપ્રિલ, 2018

ટ્વિન્સ ટાઉન

ટ્વિન્સ ટાઉન


        શિર્ષક વાંચીને થોડી નવાઇ લાગે છે, કેમ ખરું ને ...... હમણાં થોડા સમય પહેલાં જુડવા 2 MOVIES આવ્યું હતું એ પહેલાં ઘણાં વર્ષો પહેલાં જુડવા MOVIES આવ્યું હતું, આમાં આપણે બે જોડિયા ભાઇઓની વાત જોઇ હતી.કે જેમાં એક હસે તો બીજો હસે અને એક રડે તો બીજો રડે. અને જુડવા 2 માંં  તો એક ડાયલોગ હતો કે " હમારે બચ્ચે લાખો મેં નહીં લેકિન કરોડોમેં એક હૈ " પણ આ વાત તો થઈ પિક્ચરની પણ શું હકિકતમાં આવું બનતુંંહોય છે ? અને જો બને છે તો આવા જુડવા બાળકો ગામ કે શહેરમાં કેટલાં હોય ? તો જવાબ મળે 1 , 2..... કે 5 એથી વધારે 10 ...... 

        પણ આજે મારે એવા એક શહેરની વાત કરવી છે કે જ્યાં 1 નહીં 2 નહીં 3 નહીં પણ પુરા 200 જોડિયા બાળકો છે. જોયું ને મિત્રો છે ને અદ્બભુત અને નવાઇની વાત...

      આ વાત છે બ્રિટનનાંંએક એક નાનકડા શહેર બૂજિમની.

         20 હજારની વસતિવાળા આ શહેરમાં પાંચ-પચ્ચીસ નહીં પણ પૂરા 200 જૂડવા બાળકો છે.આ વાત લોકોની સામે ત્યારે આવી  કે જ્યારે એક પત્રકાર નેડિઝબ વ્યૂસેલની પત્નીએ જૂડવા બાળકોને જન્મ આપ્યો. આ દંપતિ પોતાના બાળકોને ગાર્ડનમાં ફરવા લઈ ગયા ત્યારે બીજા પણ કેટલાક માતા-પિતા પોતાના જૂડવા બાળકોને લઈને  ગાર્ડનમાં આવ્યા હતા.આ દ્રશ્ય આ પત્રકારે જોયુંં અને આ પત્રકારે પછી થોડી વધુ તપાસ કરી તો બીજા ય ઘણા ટ્વિન્સ બાળકો મળ્યા. તપાસ આગળ વધતી ગઈ એમ આંકડો મોટો થતો ગયો. અંતે ખબર પડી કે આવા પાંચ-પચ્ચીસ નહીં પણ 200 જૂડવા બાળકોનો જન્મ છેલ્લા 20 વર્ષમાં થયો છે. આટલી મોટી સંખ્યામાં જોડિયા બાળકો જન્મતા હોવાથી સંશોધકો માટે પણ તે આશ્વર્ય અને સંશોધનનો વિષય બન્યો છે.

      અને નવાઇની વાત એ છે કે આટલી મોટી સંખ્યામાં ટ્વિન્સ બાળકોના કારણે શહેરનું હુલામણું નામ જ ટ્વિન્સ ટાઉન પડી ગયું છે. ઘણા અધિકારીઓ તો આ શહેરનું ખરેખર નામ બદલીને ટ્વિન્સ ટાઉન કરી નાખવાની ભલામણ કરે છે.

     આ વાત તો થઇ બ્રિટનનાંં નાનકડા શહેર બૂજિમની પણ વિશ્વમાં ઘણાં શહેરો છે જ્યાંં ઘણી મોટી સંખ્યામાં જોડીયા બાળકો જોવા મળે છે.


25 એપ્રિલ, 2018

અદભુત પક્ષીપ્રેમ

અદભુત પક્ષીપ્રેમ 


    અત્યારે હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં મનુષ્યો પાણી અને ઠંડક માટે વલખાં મારે છે, તો મુંગા પક્ષીઓ અને પ્રાણીઓનુંં શું ?

     આ વાત હિંમતનગરના કેશરપુરા ગામની શાળાએ જતી નાની દિકરીઓ ખુશ્બુ વિમલભાઇ પટેલ અને કાવ્યા વિમલભાઇ પટેલ બે સગી બહેનોની છે કે  જેઓમાંં ખુબ નાની ઉંંમરમાં જીવદયા પ્રત્યેની ભાવના ભરેલી જોવા મળે છે.  

     આ બંને બહેનોએ ઉનાળાની શરૂઆતમાં જ પાણીથી તરસતાં વલખાં મારતાં પક્ષીઓને જોયા અને તેમને વિચાર કર્યો કે એવું તો શું કરીએ તો આ મૂંગા પક્ષીઓ પોતની તરસ મિટાવી શકે અને ઠંડકમાં રહીને ચણ ચણી શકે આ માટે દિકરીઓ પાસે જે કંંઇ પણ પૈસાની બચત હતી તેમાંથી થોડા પાણીના કુંડા અને માટીનાં નાના ઘર ખરીદ્યા અને ગામની એવી જગ્યાઓ પસંદ કરી કે જ્યાં પક્ષીઓ સૌથી વધારે આવતાં હોય ત્યાં આ કુંડા અને માટીનાં ઘર લગાવ્યાં . આ દિકરીઓનો વિચાર અને જીવદયા પ્રત્યેનું કામ તેમનાં પિતા વિમલભાઇએ જોયું અને તેમને તેમની આ દિકરીઓના આ ભગીરથ કાર્યમાંં સાથ આપવાની શરુઆત કરી. 

       ધીમે-ધીમે આ અદભુત કામની નોંધ આખા ગામે લીધી અને પછીતો આખા ગામે પોતાની યથાશક્તિ પ્રમાણે દાન આપવાનુંં શરૂ કર્યું અને આજે દરેક ઘેર-ઘેર પક્ષીઓ માટે પાણીનાં કુંડા અને માટીના ઘર અને ગામમાંં ઠેર-ઠેર આવાં પાણીનાં કુંડા અને માટીના નાનાં ઘર જોવા મળે છે જ્યાં પક્ષીઓ કોઇપણ જાતનાં ભય વગર પાણી પી શકે છે અને માટીનાં ઘરમાં રહેલ ચણ ચણી શકે છે.
  
         જોયું ને મિત્રો , આ દીકરીઓએ શરુ કરેલું નાનકડુ કાર્ય આજે એક મહાયજ્ઞના રૂપમાં ફેરવાઇ ગયું છે..

             ધન્ય છે આ દિકરીઓને, અને ધન્ય છે આ કેશરપુરાની ધરતીને    

24 એપ્રિલ, 2018

"એજ્યુકેશન ઓન રોડ"

 
એજ્યુકેશન ઓન રોડ





         દરેક બાળકનું એક સપનું હોય છે , કે તેઓ ભણી-ગણીને સ્વમાનભેર જીવન જીવે પણ અમુક બાળકો ગરીબીને કારણે ભણી શકતાં નથી,અને ઘર ચલાવવાં માટે  પરિવારની સાથે તેઓ મજુરી કરવા નીકળી જાય છે, અને તેમનાં સ્વપ્ન ને સ્વપ્ન બનીને જ રહી જાય છે.

    પણ આ સ્વપ્નને પુરૂ કર્યું છે અમદાવાદ ટ્રાફિક પોલીસે........

       અમદાવાદ ટ્રાફિક પોલીસે  જે બાળકો ગરીબીને કારણે ભણી શકતાં નથી અને  પરિવાર સાથે ગુજરાન ચલાવવાં માટે મજુરી કરે છે અથવા તો રોડ પર ભિક્ષા માંગે છે તેવાં બાળકોને એનજીઓ સાથે મળીને  શિક્ષણ આપવાની શરૂઆત પકવાન ચાર રસ્ત્તા પાસે એક ટેન્ટમાં " એજ્યુકેશન ઓન રોડ" નામના અનોખા પ્રોજેક્ટથી કરી છે. 

      આ અનોખા પ્રોજેક્ટમાં બાળકોને સાક્ષર કરવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દરરોજનો એક કલાક ફાળવે છે જેમાં શિક્ષણની સાથે સાથે અલગ- અલગ એક્ટિવિટી પણ કરાવવામાં આવે છે.આ પ્રોજેક્ટમાં ગરીબ બાળકોને સ્લેટ અને પેન પણ આપવામાં આવે છે

      એક અઠવાડિયા જેટલો સમય થયો છે આ પ્રોજેક્ટ શરૂ થયાંને અને અત્યારે હાલ પકવાન ચાર રસ્તા બાદ થલતેજ વિસ્તાર અને સ્ટેડિયમ વિસ્તારમાં પણ આ અનોખા પહેલની શરુઆત કરવામાંં આવી છે. ટ્રાફિક પોલીસ ધ્વારા એવું જણાવવામાં આવ્યુંં છે કે ધીમે ધીમે આ અનોખા પ્રોજેક્ટની  શરુઆત શહેરનાં દરેક ચાર રસ્તા પર કરવામાં આવશે જેનો સીધો લાભ ગરીબ બાળકો લઇ શકશે.

      શત - શત વંદન અમદાવાદ ટ્રાફિક પોલીસને 


23 એપ્રિલ, 2018

વાત ચાંદણકી ગામની

વાત ચાંદણકી ગામની



      આપણી ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે , ' ઘરડાં ગાડા વાળે " .... આ કહેવતને સાર્થક કરતુ ગામ એટલે ચાંદણકી.....

         મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલુ 1000 જેટલી વસ્તીધરાવતુ ગામ.આ ગામની કુલ અંદાજિત વસ્તી1000 માંથી 900 કરતાં વધુ લોકો અમેરિકા જેવાં દેશો અને અમદાવાદ જેવાં શહેરોમાં રહે છે.અહી આ ગામમાં માત્ર અને માત્ર વૃધ્ધો જ જોવા મળે છે.. અત્યારે આ ગામમાં માત્ર 60 જેટલાં વૃધ્ધ લોકો રહે  છે.

     આ ગામની વાત કરીએ તો આઝાદી પછી જ્યારથી પંચાયતી રાજ અમલમાં આવ્યુ ત્યારથી આજ દિન સુધી ગ્રામપંચાયતની ચુંંટણી થઇ નથી જેની સીધી અસર ગામનાંં વિકાસ પર જોવા મળે છે. આજે ગામનાં ખુણે-ખુણે આર.સી.સી.રોડ, 24 કલાક વીજળી અને પાણીની સુવિધા, 100% શૌચાલય અહી જોવા મળે છે, અને આ ગામમાં  એકપણ મચ્છર જોવા મળતો નથી જેનાં પરથી આ ગામની સ્વચ્છતાનો અંદાજ લગાવી શકીએ છીએ, અને અહીંની મુખ્ય વાત એ છે કે આ ગ્રામપંચાયતનુંં સમગ્ર સંચાલન આદર્શ રીતે વૃધ્ધ સ્ત્રીઓ કરે છે , પરિણામે આ ગ્રામપંચાયતને " સમરસ મહિલા ગ્રામપંચાયતનું " બિરુદ મળેલ છે.

     આ વાત તો થઇ ગામનાં વિકાસની પણ આ ગામ સૌથી મોટી અને મુખ્ય વાત એ છે કે અહીં કોઇના ઘેર ક્યારેય રસોઇ થતી નથી. આ ગામમાંં 60 જેટલાં વૃધ્ધો એક જ જગ્યાએ રસોઇ બનાવી જમે છે.અહી સવાર-બપોર-સાંજ ત્રણેય ટાઇમ એક જ રસોડે ચા-નાસ્તો અને જમવાનુંં આયોજન કરવામાં આવે છે અને ગામનાં તમામ વૃધ્ધો સાથે મળીને જમે છે , માટે જ આ ગામને એક અનોખા ગામ તરીકે ઓળખવામાં આવે છે.

     અને અંતે ચાંદણકી ગ્રામ પંચાયતના સરપંચ સમગ્ર ચાંદણકી ગામ વતી એક જ સંદેશો આપે છે કે, અમને તો અહી કોઈ તકલીફ નથી પરંતુ જે બાળકો પોતાના માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મુકવા જેવા નિર્ણયો લે છે. તેમને પણ એક દિવસ એ જ વૃદ્ધાશ્રમની જગ્યા પૂરવાનો વારો આવશે. જેથી દરેક બાળકોએ પોતાના માં-બાપની સેવા કરવાનો મોકો ચૂકવો ના જોઈએ.    

વિશ્વ પુસ્તક દિવસ

વિશ્વ પુસ્તક દિવસ


          આજે જોઇએ તો સૌને વેલેન્ટાઇન દિવસ અને વેલેન્ટાઇન વિક, ફ્રેન્ડશિપ ડે જેવા દિવસો બહુ સહેલાઇથી યાદ રાખે છે , પણ આજે ૨૩ એપ્રિલના રોજ વિશ્વ પુસ્તક દિવસ  છે.ગઇ કાલે ૨૨ એપ્રિલે વિશ્વ પૃથ્વી દિવસ હતો આવા અગત્યનાં દિવસો બહુ ઓછા લોકોને ખબર હોય છે. 

            આજે ૨૩મી એપ્રિલ એટલે વિશ્વ પુસ્તક દિવસ... કેમ આ દિવસ ઉજવવામાં આવે છે, આ દિવસની વિશેષતા શું છે. તે જોઇએ......
  
         આજના દિવસે  મહાન નાટયકાર અને પ્રખર સાહિત્ય સર્જક વિલિયમ શેકસપિયરનો જન્મ ૨૩ મી એપ્રિલે થયો હતો અને આ જ દિવસે તેઓ અવસાન પામ્યા હતા .આ ઉપરાંત બીજા સાહિત્યકારો જેવાં કે  મિગ્યુંએલ લર્વાન્ટીસ અને ઇન્ફા ગાર્સિલસો-દ-વેગાની જન્મતિથી આવે છે આ ઉપરાંત જગપ્રસિદ્ધ સાહીત્યકારોની પૂણ્યતિથી આવતી હોવાથી યુનેસ્કોએ ૧૫મી નવેમ્બર ૧૯૯૫ના રોજ પેરિસમાં યોજાયેલ કોન્ફરન્સમાં ૨૩ એપ્રિલ ‘ વિશ્વ પુસ્તક દિન ‘ તરીકે ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું. 

      આજના દિવસને આ સાથો સાથ વિશ્વ કોપીરાઈટ દિવસ તરીકે પણ ઉજવવાનુંં નક્કી કરાયું .

       આજે ભારત સહિત ૧૦૦ દેશોમાં પુસ્તક દિવસની ઉજવણી કરવામાંં આવી રહી છે.

         લોકોમાં પુસ્તકો વાંચવા પ્રત્યેની જાગૃતિ આવે અને તેઓ પોતાના સાંસ્કૃતિક અને સામાજિક વારસા તરફ રસ કેળવતાં થાય એ  વિશ્વ પુસ્તક દિનની ઉજવણીનો મુખ્ય હેતુ છે. 
     આજે ઠેર-ઠેર ટી.વી. , કોપ્યુટર , ડીવીડી તેમ જ ઇન્ટરનેટ જેવાં ઉપકરણોનો વપરાશ વધ્યો છે એથી પુસ્તકો ખરીદીને વાંચવાની વૃતિ જો કે ઘટી હોય એમ જણાય છે . એમ છતાં પુસ્તકોની અગત્યતા તો સદા રહેવાની જ છે ...
  
      ઘણી જગ્યાએ આજના દિવસે તો લેખકોનાં સન્માન પણ થાય છે.

    ગુણવંત શાહે એક સુંદર સુચન કર્યું હતું કે કોઈના લગ્નપ્રસંગે, મેરેજ એનિવર્સરી જેવા પ્રત્યેકનાના-મોટા પ્રસંગે  આપને જે ભેટસોગાદ આપીએ છીએ એને બદલે કોઈ સારું મનગમતું પુસ્તક ભેટમાં આપવાની પ્રથા ચાલુ થાય એ ખુબ જરૂરી છે.

            ગુજરાતી ભાષાએ પણ આપણને ઉત્તમ પુસ્તકો ભેંટ્માં આપ્યા છે.

   ભારતનું પ્રથમ પુસ્તક તામિલ ભાષામાં એ પછી એક સદી પછી પ્રગટ થયું..ગુજરાતી ભાષાનું પ્રથમ પુસ્તક 1805માં પ્રસિધ્ધ થયું..જે એક અંગ્રેજ દ્રારા થયું હતું...બીબાંની શોધ પહેલાં ભારત અને ચીનમાં હસ્તલિખિત અનેક ગ્રંથો રચાયા  હતા..આપણા જૈનભંડારોમાં એવી અમાનતો  સચવાઇ છે.. 

     ગાંધીજીએ પુસ્તક માટે કહ્યું છે કે ...પુસ્તકનું મૂલ્ય રત્ન કરતાંય અધિક છે. રત્ન બહારની ચમક બતાવે છે. જ્યારે પુસ્તક અંત:કરણને ઉજ્જવળ કરે છે. 

  પુસ્તક એક આશીર્વાદ છે..આશાવાદ છે..આસ્વાદ છે.. 
"માનવીની આમ જો કે શાન છે..
    વાંચવું એ આગવું વરદાન છે ! "
   
       આજે વિશ્વ પુસ્તક દિવસે ભેગા મળીને એક સંક્લ્પ કરીએ કે આપણાંં ઘરમાં ઓછામાં ઓછ ૫( પાંચ ) રાખીએ અને તેને વાંંચીને માણીએ...

22 એપ્રિલ, 2018

આજે વિશ્વ પૃથ્વી દિવસ

આજે વિશ્વ પૃથ્વી દિવસ 


    આજે 22 મી એપ્રિલ એટલે વિશ્વ પૃથ્વી દિવસ.
       
       વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે ?  
     
     લોકોમાં પર્યાવરણ માટે જાગૃતિ આવે તે હેતુ ઇ.સ.1969માં સાન ફ્રાન્સિસ્કો ખાતે યોજાયેલ UNESCO સંમેલનમાં જહોન મેક્કોનેલ દ્વારા પૃથ્વી દિવસ મનાવવાનો પ્રસ્તાવ રખાયો હતો,અને તેના એક મહિના બાદ અમેરિકન સેનેટર ગેરાલ્ડ નેલ્સને અલગથી 22 એપિલના રોજ પર્યાવરણીય શિક્ષણ મળી રહે તે અર્થે ‘વિશ્વ પૃથ્વી દિન’ મનાવવાની ઘોષણા કરી. તેમના આ કાર્ય બદલ તેમને ‘પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ’ પુરસ્કારથી સન્માનિત કરાયા અને 1970થી સમગ્ર વિશ્વમાં 22 એપ્રિલના દિવસને ‘વિશ્વ પૃથ્વી દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.
      
     ‘વિશ્વ પૃથ્વી દિવસ’ની સૌપ્રથમ  ઉજવણી અમેરિકાના રાજ્યોમાં સેનેટર ગેરાલ્ડ નેલ્સનની આગેવાની હેઠળ  કરાઈ હતી અને 1970 થી 1990 સુધીમાં આ ચળવળમાં 141 દેશો જોડાયા હતા અને અત્યારે હાલમાં ભારત સહિત 192 જેટલા દેશો જોડાયેલા છે. 
        
       વિશ્વ પૃથ્વી દિન મનાવવા પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ છે કે આ દિવસે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં વસંત અને દક્ષીણ ગોળાર્ધમાં પાનખરની ઋતુ હોય છે. વિશ્વમાં ૧૬-૨૨ એપ્રિલને પૃથ્વી સપ્તાહ તરીકે મનાવાય છે.
   આજે વિશ્વના 192 દેશોના લોકો ‘પર્યાવરણ સંરક્ષણના સમર્થન ’ માટે પૃથ્વી દિવસ ની ઉજવણી કરશે.. 

     આજે પર્યાવરણનું રક્ષણ કરવુંંઅને કરાવવું ખુબ અઘરૂ બની ગયું  છે. આજે આપણે જોઇએ  છીએ કે માણસ  ઠેર ઠેર પ્રર્યાવરણને નુકશાન પહોંંચાડી રહ્યો છે.માનવી પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરતો થયો  જેનાં કારણે  પર્યાવરણ પર ખુબ માઠી અસર પડી છે. 

     આજે જોઇએ તો આવા બધાં પ્રદુષણોથી પૃથ્વી પર ખુબ સમસ્યાઓ ઉભી થઇ રહી છે,જેવી કે 

-ઉત્તર ધ્રુવ પરનો ઘન બરફનું પીગળવું.
- સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોને અટકાવનાર ઓઝોન સ્તરમાં છિદ્ર.
- ભયંકર તોફાન,  સુનામી, કમોસમી વરસાદ.
- ગ્લોબલ વોર્મિંગથી પૃથ્વીના તાપમાનમાં છેલ્લા સૌ વર્ષમાં 0.18 ડિગ્રીનો વધારો થયો છે.
- 21મી સદીમાં આ 1.1-6.4 ડિગ્રી સેન્ટીગ્રેડ વધી જશે.
- મનુષ્યમાં ચામડીના રોગ અને કેન્સરના રોગ વધી જશે.
- દરિયાનું જળસ્તર વધશે અને દરિયા કિનારાના વિસ્તારો ડૂબી જશે.
   
    દિવસે-દિવસે વૃક્ષોનુ પ્રમાણ ઘટી રહ્યુંં છે. જેની સીધી અસર વાતાવરણ પર પડી છે. દિવસે-દિવસે તાપમાનમાંં વધારો થઇ રહ્યો છે. 
   
           આપણે જો જાગૃત નહીં થઇએ તો  એક દિવસે આપણી આ પૃથ્વીનું નામો-નિશાન નહીં રહે. આજે વિશ્વ પૃથ્વી દિવસે એક સંક્લ્પ કરીએ કે આપણે સૌ ભેગા થઇને પર્યાવરણને અને આ પૃથ્વી બચાવીએ....

આજે મેં એક સંકલ્પ કર્યો છે કે હું વધુમાં વધુ વૃક્ષો ઉગાડીશ અને ઉગાડાવીશ...

આપ આજનાંં દિવસે શું સંકલ્પ કરશો....

  
    

20 એપ્રિલ, 2018

એક અનોખું ગામ

                               એક અનોખું ગામ

   
                       

    મતદાન કરવું એ આપણી સૌની નૈતિક ફરજ છે. આજે ભારત અને ગુજરાત સરકારે લોકો મતદાન માટે જાગૃત થાય તે માટે અવનવા કાર્યક્રમો કરે છે, અને તેમાં ઘણી બધી સફળતા મળી પણ છે. આજે જોઈએ તો લોકોમાં મતદાન પ્રત્યે રસ, રુચિ વધી છે લોકો મતદાન પ્રત્યે જાગૃત થયાં છે.
    પણ, આજે એ ગામની વાત કરવી છે કે જેણે વર્ષો પહેલાં લોકો ફરજિયાત પણે મતદાન કરે તે માટે અનોખું કામ કર્યું છે. તે જોઈએ,,,
   વાત છે રાજકોટથી ૨૦ km દુર રાજકોટ-ભાવનગર રોડ પર  રાજસમઢીયાળ નામે ગામ આવેલ છે.
   આ ગામની વિશેષતા એ છે કે ગામનાં લોકોએ ભેગા મળીને જાતે સવૅસંમતિથી અમુક કડક નિયમ બનાવ્યાં છે.
    જેમાં લોકો ફરજિયાત મતદાન કરે એ માટેનો નિયમ પણ છે. જો ગામનું કોઈ વ્યક્તિ મતદાન કરતું નથી તો તેને દંડ કરવામાં આવે છે, જેમાં તેણે ૫૧ રૂપિયા દંડ પેટે ભરવાં પડે છે, અને ગામનાં આ અનોખા પ્રયોગથી દરેક ચૂંટણીમાં આ ગામનું મતદાન ૯૫ % જેટલું થાય છે અને ગામનો દરેક નાગરિક મતદાન પ્રત્યે જાગૃત થયો છે...
   આ વાત તો માત્ર મતદાનની થઈ પણ સાથે સાથે આ ગામે ગામ માટે અમુક નિયમો બનાવ્યા છે જે તોડતા અમુક નક્કી કરેલ દંડ ભરવો પડે છે. જેમ કે, "જાહેર રસ્તા પર કચરો ફેંકવો નહીં" આ એક નિયમ છે જો કોઈ વ્યક્તિ આ નિયમ તોડે તો ૫૧ રૂપિયા દંડ પેટે ભરવાં પડે છે.. આ ગામમાં પ્રવેશતા જ આવા ઘણાં નિયમોનું એક બોર્ડ જોવા મળે છે..
                   
                     
  આજે આ ગામ પોતાનાં આ અનોખા પ્રયોગથી જાણીતું થયું છે.

                          🙏  ગામને શત્ શત્ વંદન.🙏

19 એપ્રિલ, 2018

ગુજરાતનો એકમાત્ર જ્વાળામુખી

 ગુજરાતનો એકમાત્ર જ્વાળામુખી



        મિત્રો, જ્વાળામુખીનું નામ પડતાં જ જાપાન, ઇન્ડોનેશીયા જેવા દેશો યાદ આવી જાય...  પણ આ જ્વાળામુખીવાળા દેશોમાં ભારતનું અને ગુજરાતનું નામ પણ સામેલ છે...   છે ને નવાઇની વાત.
   
         ભારતમાં કુલ ૬ જ્વાળામુખી છે.... જેમાં એક માત્ર સક્રિય જ્વાળામુખી એટલે "બેરન "જે અંદામાન માં આવેલો છે, અને બાકીનાંં પાંચ નિષ્ક્રિય હાલતમાં છે, જેમાં , નાર્કોન્ડેમ અને બરાતાંગ (અંદામાન), ડક્કન ટ્રેપ્સ  ( મહારાષ્ટ્ર), ધોસીહિલ (હરિયાણા), ધિણોધર( ગુજરાત)...... 

        આજે આપણે અહીં ગુજરાતનાં એકમાત્ર જ્વાળામુખી વિશે જાણીએ...
         
         કચ્છમાં આવેલ નખત્રણા પાસે આવેલો ધિણોધર ડુંગર એ હકિકતે એક ઠરેલો જ્વાળામુખી છે.ઘણાં વર્ષો પહેલાં અહીં જ્વાળામુખી ફાટી નીકળ્યો હોવાનું મનાય છે. જે ધીમે-ધીમે ઠરતાં એક ડુંગરનુ સ્વરૂપ ધારણ કર્યું. અને તે ધિણોધર ડુંગરના નામે ઓળખાયો. આ ડુંગરની ઉંંચાઈ બહુ સામાન્ય છે..પણ ભૌગોલિક રીતે આનું મહત્વ અનેક ઘણું છે. અહીંના પથ્થર કાળા રંગનાં છે. અહીંનું જંગલ પથ્થરિયુંં જંગલ છે આવુંં જંગલ યુરોપમાં  આવેલું છે, જેને પ્રવાસન તરીકે જાહેર કરી વિશ્વભરમાં પ્રસિધ્દ્વિ કરાઇ છે.
    
      ઘણાં-ઘણાં વર્ષો પહેલાં અહીં જ્વાળામુખી ફાટ્યો હતો તે પછી તે નિષ્ક્રિય થઇ ગયો. એટલે અહીં પ્રથમ નજરે જોનારને ખબરના પડે કે અહીં જ્વાળામુખી હતો..... 
   
       આ છે આપણાંં ગુજરાતનો એકમાત્ર જ્વાળામુખી... 
          આ છે આપણાં ગુજરાતની આગવી ઓળખ......    

જય જય ગરવી ગુજરાત..... 


18 એપ્રિલ, 2018

ગુજરાતનો ઝુલતો પુલ

                             ગુજરાતનો ઝુલતો પુલ

                           
                   

   ઝુલતો પુલ આ નામ સાંભળતા જ ઋષિકેશના રામ ઝુલા અને લક્ષ્મણ ઝૂલા યાદ આવી જાય છે, પણ મિત્રો શું તમે એ વાત જાણો છો કે ગુજરાતમાં પણ આવો એક પુલ છે....
    
    શું ઝુલતો પુલ અને એ પણ ગુજરાતમાં? હા, આ વાત સાચી છે.

    ગુજરાતનો એકમાત્ર ઝુલતો પુલ મોરબીમાં આવેલો છે..
  
     મોરબીનું નામ પડતાં જ ઘડિયાળ અને સિરામિક ઉદ્યોગ યાદ આવી જાય છે, ઘડીયાળ અને સિરામિક સાથે સાથે આ ઝૂલતા પૂલે મોરબીનું નામ ગુજરાત નહીં, ભારત નહીં સમગ્ર વિશ્વમાં પોતાનું આગવું સ્થાન ઊભું કર્યું છે. મોરબીને એ સમયે સોરઠના પેરીસ તરીકે ઓળખાતું હતું. 

    મોરબીમાં આવેલ મચ્છુ નદીનાં એક કાંઠે દરબારગઢ અને એક કાંઠે નજરબાગ પેલેસ આવેલો હતો. આ બંને સ્થળોને જોડવા માટે વાઘજી મહારાજે ૧૮૭૭ માં આ ઝુલતો પુલ બનાવડાવ્યો હતો. આ પુલની લંબાઈ ૨૩૦ મીટર અને તેની પહોળાઈ દોઢ મીટર જેટલી છે. આજે પણ આ ઝુલતો પુલ હયાત છે...
  
    આ ઝુલતો પુલ એ ગુજરાતનો સૌપ્રથમ ઝુલતો પુલ છે અને ભારતનાં શરૂઆતનાં પુલ પૈકીનો એક પુલ છે.

    હમણાં સુધી મોરબીનો આ ઝુલતો પુલ ગુજરાતનો એકમાત્ર પુલ હતો, પરંતુ આજે તેની હાલત ભુલાતા પુલ જેવો થઈ ગયો છે...

ભગવાન પરશુરામની જન્મ જયંતિ અને અક્ષય તૃતીયા

ભગવાન પરશુરામની જન્મ જયંતિ અને અક્ષય તૃતીયા

    
                     

       આજે  અક્ષય તૃતીયા એટલે અખાત્રીજ. આ દિવસે આ ધરતી પર ભગવાન પરશુરામનો જન્મ થયો હતો.
   
ભગવાન પરશુરામની સાાથે અનેક દંતકથાઓ જોડાયેલી છે 

  પરશુરામ સચ્ચાઈ માટેના પ્રેમ માટે જાણીતા હતા. તેઓ ભીષ્મ, દ્રોણાચાર્ય અને કર્ણ માટે ગુરુ તરીકે જાણીતા હતા. જો કે, અગાઉથી, પરશુરામ જાણતા હતા કે કૃષ્ણશાસન યુદ્ધમાં દુર્યોધન સાથે અન્યાય થશે. તેથી સારા ગુરુની ફરજ પ્રમાણે, તેમણે તેમને બ્રહ્મશસ્ત્ર શીખવવાનું નક્કી કર્યું, પણ તેમણે કર્ણને શાપ આપ્યો કે જ્ઞાન તેમના માટે ઉપયોગી નથી.

લોકકથા અનુસાર, પરશુરામએ ભગવાન શ્રીકૃષ્ણને સુદર્શન ચક્ર આપ્યું હતું. એવું માનવામાં આવે છે કે, વિષ્ણુના છઠ્ઠા અવતારનો મુખ્ય સૂત્ર, પૃથ્વીના બોજને મુક્ત કરવાના હતા, જેણે તેમની ફરજોને અવગણ્યા હતા તેવા પાપી અને અવિશ્વાસુ રાજાઓનો હત્યા કરી હતી.

અન્ય દંતકથા મુજબ, પરશુરામ એકવાર ભગવાન શિવને મળવા ગયો હતો. તે દરવાજા સુધી પહોંચ્યા, ભગવાન ગણેશે પરશુરામને સામનો કર્યો અને તેને ભગવાન શિવ સાથે મળવાથી અટકાવી દીધો. ક્રોધિત અને ગુસ્સે, પરશુરામે ગણેશ પર ભગવાન શિવ દ્વારા આપવામાં આવેલા કુહાડીને ફેંકી દીધો. જાણીને કે કુહાડી ભગવાન શિવ દ્વારા આપવામાં આવી હતી, ગણેશએ કુહાડીને તેના એક દાંતને કાપી નાખવાની મંજૂરી આપી હતી.

કલ્કી પુરાણમાં ઉલ્લેખિત બીજી વાર્તા માને છે કે પરશુરામ હજુ પણ પૃથ્વી પર રહે છે. તે કહે છે કે પરશુરામ શ્રી કલકીના માર્શલ ગુરુ હશે, જે ભગવાન વિષ્ણુનો અંતિમ અવતાર છે. તેમણે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે લાંબા સંસ્કાર કરવા કલ્કીને સૂચના આપી છે. ખુશ થયા પછી ભગવાન શિવ કલ્કીને આકાશી હથિયાર સાથે આશીર્વાદ આપશે.

પરશુરામ જમદગ્નિ અને રેણુકાના પુત્ર હતા. ભયંકર તપસ્યા કર્યા બાદ પરશુરામ ભગવાન શિવ પાસેથી એક કુહાડી પ્રાપ્ત કરેલ હતી. ભગવાન શિવએ તેમના યુદ્ધ અને અન્ય કૌશલ્યની પદ્ધતિઓ પણ શીખવી હતી. બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા, તે અન્ય બ્રાહ્મણોથી વિપરીત હતા. તેના બદલે, પરશુરામ ક્ષત્રિયના લક્ષણો લાગ્યા. તેમણે અનેક ક્ષત્રિય લક્ષણો કર્યા, જેમાં આક્રમણ, યુદ્ધ અને બહાદુરીનો સમાવેશ થાય છે. આથી, તેમને 'બ્રહ્મા-ક્ષત્રિય' તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તેમની પાસે કુળ બંનેની કુશળતા હતી.

પરશુરામ સાથે સંકળાયેલી એક વાર્તા એ છે કે, એક વખત રાજા કાર્તવિર્ય સહાસર્જુન અને તેમની સેનાએ પરશુરામના પિતાની જાદુઈ કામધેનુ નામની ગાય લેવા પ્રયત્ન કર્યો હતો.



ભગવાન વિષ્ણુ ભારતીય પૌરાણિક કથાઓ અને ધર્મમાં અભિન્ન સ્થાન ધરાવે છે. ભગવાન વિષ્ણુ તેમના ઘણા અવતાર માટે જાણીતા છે. પરશુરામ તેમના છઠ્ઠા અવતાર માનવામાં આવે છે

કહેવાય છે કે ભગવાન પરશુરામ માં ગુસ્સો અને બદલો લેવાની ભાવના જોરદાર હતો, તેમણે  21 વખત આ પૃથ્વીને ક્ષત્રિયો વગરની કરી દિધી હતી.... આ પણ એક દંતકથા છે ભગવાન પરશુરામની જન્મ જયંતિ અને અક્ષય તૃતીયા
   

17 એપ્રિલ, 2018

ઇન્ડોનેશિયાનો ગોજારો દિવસ

ઇન્ડોનેશિયાનો ગોજારો દિવસ.....
 
                                    
                 
 
  હા, મિત્રો ૧૭ એપ્રિલ ૧૮૧૫નો દિવસ ઇન્ડોનેશિયાનો ગોજારો દિવસ સાબિત થયો... આ દિવસ ઇન્ડોનેશિયાના ઈતિહાસમાં કાયમ માટે અંકિત થઈ ગયો....
 
    ઇન્ડોનેશિયામાં એક સુમાવા ટાપુ આવેલો છે. જેમાં ટોમ્બેય નામનો એક જ્વાળામુખી આવેલો છે જે ઘણાં સમયથી શાંત હતો. પણ અચાનક ૫ એપ્રિલના રોજ રાખ ઊડવાની શરૂઆત થઈ હતી અને ધીમે ધીમે તે લાવામાં પરિવર્તન થવા લાગ્યું.
      ૧૭ એપ્રિલે એક મોટા વિસ્ફોટ સાથે લાવા અને ધુમાડાએ આજુબાજુના સમગ્ર વિસ્તાર પર પોતાનો કબજો બનાવી લીધો અને ત્યાં અડધા મીટર સુધીનાં જાડા થર કરી દીધા, ધૂમાડો એટલો બધો હતો કે ત્યાં ઘણાં દિવસ સુધી સૂરજ દેખાયો પણ નહોતો...

    આ જ્વાળામુખીએ એક મિલિયન કરતાં પણ વધારે નો ભોગ લીધો હતો...

     ધીમે ધીમે વિસ્ફોટ પછી આ જ્વાળામુખી શાંત થવા લાગ્યો અને તેનો ચહેરો બદલાયો અને જ્વાળામુખીની ઊંચાઈ ૧૪૦૦૦ ફૂટથી ઘટીને ૯૦૦૦ ફૂટ થયો અને પછી એક દમ શાંત થઈ ગયો.....

   અત્યારે હાલ પણ ઇન્ડોનેશિયામાં ૧૨૦ જેટલા જ્વાળામુખી સક્રિય છે.. જે કોઈ પણ સમયે ફાટી નીકળે છે...
ઇન્ડોનેશિયાનો ગોજારો દિવસ @Saurabhkumarpatel.blogspot.com

15 એપ્રિલ, 2018

જન્મદિવસની ઉજવણી એક અનોખી રીતે

       

       મિત્રો, આજે આપણે ઘણી  જોઇએ છીએ આજના જમાનાનું યંગ જનરેશન પોતના જન્મદિવસે પાર્ટિ, હરવા-ફરવામાં કે કેક કાપવામાં પુષ્કળ ખર્ચો કરે છે, પરંતુ દરેક યંગ પોતાના જન્મદિવસે આવુ નથી કરતાંં હોતા. ઘણાં યંગ એવા હોય છે કે તે પોતાનો જન્મદિવસ બીજાની મદદ કરીને ઉજવતાં હોય છે એવા ઘણાં કિસ્સા જોયા છે અને સાંંભળ્યા છે.. આમાનાં અમુક કિસ્સા હુ તમારી જોડે શેર કરવા માંગુ છું. 


અંકલેશ્વરના ઓવરબ્રિજ પાસે શ્રમજીવી પરિવારોના બાળકોને શિક્ષણનું ભાથુ પીરસી ઉમદા કાર્ય કરી રહેલી પોલીસપુત્રી શીતલ મકવાણાએ તેના માતાના જન્મદિવસની ગરીબ બાળકો સાથે ઉજવણી કરી બાળકોને પણ શિક્ષણ આપવાનો સંકલ્પ કર્યો છે. 

અંકલેશ્વરના એક યુવાને તેના જન્મદિવસે સરકારી શાળામાં અભ્યાસ કરતાં બાળકોને ભોજન કરાવ્યું હતું.

વૃક્ષારોપણ કરી મનાવ્યો જન્મદિવસ
  તો એક બાજુ ગાંધીનગરમાં એક યુવાને તેના ૩૨માં જન્મદિવસે ૩૨ વૃક્ષો વાવીને પર્યાવરણને બચાવવા માટે યુવા પેઢીને એક નવી રાહ ચિંધી છે..

         શ્‍યામ ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર ગૃપના ચેતનભાઇ જાદવે તેના પુત્ર રૂશીલનાં પાંચમાં જન્‍મદિન નિમિતે તેમના પત્‍ની પ્રતિભાબેન, મોટાભાઇ ડો. શૈલેષ જાદવ ત્રિમુર્તી હોસ્‍પીટલ તેમજ ડો. જીજ્ઞાબેન જાદવ સહીતના પરિવારજનો સાથે મળી આજના યુગમાં કડકડતી ઠંડીમાં રાતથી ઠરતા જરૂરીયાતમંદ લોકોને ધાબડા વિતરણ કરી માનવતાની સરવાણી વહેવડાવી છે.. 
                                                         
     તો ગઇકાલની જ વાત છે અમદાવાદમાં એક યુવાને તેના જન્મદિવસે ઉનાળાના ધખધખતાં તાપમાં ૨૪ કલાક રોડ પર ફરજ બજાવતાં ટ્રાફિક પોલીસને પાણીની ઠંડી બોટલો આપી પોતાના જન્મદિવસની ઉજવણી કરી.
  
     
શિક્ષકે જન્મદિવસે શાળાના જ બે અનાથ બાળકોને દત્તક લઇ લીધા           આ વાત તો જનરલ થઇ પણ શિક્ષકો પણ પોતાના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરી અનોખુ ઉદાહરણ પુરુ પાડ્યુ છે.. આ વાત છે ગળતેશ્વર તાલુકાના થર્મલ ગામે રહેતા અને વચ્છેસર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષક વિમલભાઇ બી. પટેલનો ૯મી નવેમ્બરે જન્મદિન હતો.આ શિક્ષકે શાળાના જ બે અનાથ બાળક  તીસાર અને સ્મિત તિસારને દત્તક લઇ લીધા અને આ બન્ને બાળકોના શિક્ષણને લાગતા તમામ ખર્ચની જવાબદારી તેઓએ ઉપડી લીધી. બાળકોના ગણવેશથી માંડી શૈક્ષણીક અભ્યાસને લગતી તમામ જરૂરીયાતોની જવાબદર દત્તક લીધેલા બાળકોની શિક્ષણ વીમલભાઇએ ઉપાડી લઇને પ્રેરણારૂપી કાર્ય કર્યુ .


                   તો જોયુંં ને મિત્રો, આવાં તો ઘણાં વ્યકિતઓના કિસ્સા છે કે જેઓએ પોતાનો જન્મદિવસ આવી અનોખી રીતે ઉજવ્યો હશે.  શુંં આપડે આવી રીતે ઉજવ્યો છે આપણો જન્મદિવસ ?  ....
 જન્મદિવસની ઉજવણી એક અનોખી રીતે@saurabhkumarpatel.blogspot.com.   

14 એપ્રિલ, 2018

જીવનની ૬૪ કલા

જીવનની ૬૪ કલા


       ભગવદ્ગોમંડલની રચના ૨૪ ઓક્ટોબર ૧૮૬૫નાં રોજ ગોંડલનાં મહારાજા ઠાકોર સગરામાજીનાં બીજા પુત્ર 
ભગવતસિંહે કરી હતી.તેમણે છવ્વીસ વર્ષનાં અથાગ સંશોધનને અંતે ગુજરાતી ભાષા અને ગુજરાતને ગૌરવ આપતો ગ્રંથ " ભગવદ્ગોમંડલ" રચ્યો. જેને માત્ર ગ્રંથ ન ગણતાં, તેની ગણના એક જ્ઞાનકોશ તરીકે કરવામાં આવે છે. 
       " ભગવદ્ગોમંડલ " ગ્રંથમાં જીવનની ૬૪ કલાઓ આપેલી છે, જેની બહુ ઓછાને ખબર છે... આ ૬૪ કલાઓ કઇ- કઇ છે ? તે જોઇએ....
  
(૧) ગીત (ગાવું). 
(૨) વાદ્ય (બજાવવું). 
(૩) નૃત્ય (નાચવું). 
(૪) નાટય (અભિનય કરવા). 
(૫) આલેખ્ય (ચીતરવું). 
(૬) વિશેષકચ્છેદ્ય (તિલકનો સંચો બનાવવો). 
(૭) તંડુલ-કુસુમાવલિ-વિકાર (ચોખા અને ફૂલોનો ચોક પૂરવો). 
(૮) પુષ્પાસ્તરણ (ફૂલોની સેજ બનાવવી). 
(૯) દશનવસનાંગરાગ (દાંત અને અંગોને રંગવાની વિધિ જાણવી). 
(૧૦) મણિભૂમિકાકર્મ (ઋતુને અનુકૂળ ઘર ચણવું). 
(૧૧) શયનરચના (પલંગ બિછાવવો). 
(૧૨) ઉદકવાદ્ય (જલતરંગ બજાવવું). 
(૧૩) ઉદકઘાત (ગુલાબદાની વાપરવાની વિદ્યા). 
(૧૪) ચિત્રયોગ (અવસ્થા પરિવર્તન કરવી એટલે કે જુવાનને બુઢ્ઢો કે બુઢ્ઢાને જુવાન બનાવવો). 
(૧૫) માલ્યગ્રંથન વિકલ્પ (દેવપૂજાને માટે કે પહેરવાને માટે માળા ગૂંથવી). 
(૧૬) કેશશેખરાપીડ યોજન (શિખર ઉપર ફૂલોથી અનેક જાતની રચના કરવી કે માથાના વાળમાં ફૂલ લગાવી ગૂંથવું). 
(૧૭) નેપથ્યયોગ (દેશકાળ અનુસાર વસ્ત્ર, આભૂષણ વગેરે પહેરવાં). 
(૧૮) કર્ણપત્ર ભંગ (કાને પહેરવા માટે કર્ણફૂલ વગેરે આભૂષણ બનાવવાં). 
(૧૯) ગંધયુક્તિ (સુગંધી પદાર્થ બનાવવાં). 
(૨૦) ઇંદ્રજાલ (જાદુગરીના પ્રયોગો). 
(૨૧) કૌચમારયોગ (કદરૂપાને સુંદર બનાવવું). 
(૨૨) ભૂષણ યોજના (ઘરેણાં પહેરવાની પદ્ધતિ). 
(૨૩) હસ્તલાઘવ (હાથની ચાલાકી). 
(૨૪) ચિત્રશાકાપૂપભક્ષ્ય વિકાર ક્રિયા (અનેક જાતનાં શાક તથા માલપૂઆ વગેરે ખાવાના પદાર્થ બનાવવા). 
(૨૫) પાનકસરાગાસવયોજન (અનેક જાતનાં શરબત, અર્ક અને શરાબ વગેરે બનાવવાં.) 
(૨૬) સૂચીકર્મ (સીવવું). 
(૨૭) સૂત્રકર્મ (સીવણકામ). 
(૨૮) પ્રહેલિકા (બીજાને બોલતો બંધ કરવા માટે ગૂંચવણ ભરેલા પ્રશ્નો પૂછવા). 
(૨૯) પ્રતિમાલા (અંત્યાક્ષરી કહેવી). 
(૩૦) દુર્વાચકયોગ (કઠિન પદો અને શબ્દોના અર્થ કાઢવા). 
(૩૧) પુસ્તકવાચન (સ્પષ્ટ રીતે પુસ્તકનું વાચન કરવું). 
(૩૨) કાવ્યસમસ્યાપૂર્તિ (કવિતાની પાદપૂર્તિ કરવી). 
(૩૩) પટ્ટિકાવેત્રગણવિકલ્પ (દોરી કે નેતરથી ભરવું ) . 
(૩૪) નાટિકાખ્યાયિકા-દર્શન (નાટક જોવું ને બતાવવું). 
(૩૫) તર્કકર્મ (દલાલ કરવી). 
(૩૬) તક્ષણ (સુતાર તથા કડિયાનું કામ). 
(૩૭) વાસ્તુવિદ્યા (ઘર બનાવવું). 
(૩૮) રૂપ્યરત્નપરીક્ષા (સોના, ચાંદી તથા રત્નોની પરીક્ષા). 
(૩૯) ધાતુવાદ (કાચી ધાતુ સાફ કરવી). 
(૪૦) મણિરાગજ્ઞાન (રત્નોના રંગ જાણવા). 
(૪૧) આકારજ્ઞાન (ખાણની વિદ્યા). 
(૪૨) વૃક્ષાયુર્વેદયોગ (વૃક્ષનું જ્ઞાન, ચિકિત્સા તથા રોપવાની વિધિ). 
(૪૩) મેષકુક્કુટલાવકયુદ્ધ વિધિ (મરઘાં, કુકડાં લાવક વગેરે પક્ષીને લડાવવાની ક્રિયા). 
(૪૪) શુકસારિકા આલાપન (પોપટ, મેના પઢાવવાં). 
(૪૫) ઉત્સાહન (શરીર ચોળવું). 
(૪૬) અક્ષરમુષ્ટિકાકથન ( કરપલ્લવી). 
(૪૭) કેશમાર્જન (કુશળતાથી વાળ ઓળવા તથા તેલ નાખવું). 
(૪૮) મ્લેચ્છિતકલા વિકલ્પ (મ્લેચ્છ અથવા વિદેશી ભાષાઓ જાણવી). 
(૪૯) દેશી ભાષાજ્ઞાન (પ્રાકૃતિક બોલીઓ જાણવી). 
(૫૦) પુષ્પશકટિનિમિત્તજ્ઞાન (વાદળાં ગાજવાં, વીજળી ચમકવી વગેરે દૈવી લક્ષણ જાણીને આગામી ભાખવી). 
(૫૧) યંત્રમાતૃકા (યંત્રનિર્માણ). 
(૫૨) ધારણમાતૃકા (સ્મરણશક્તિ વધારવી). 
(૫૩) પાઢ્ય (કોઇને બોલતું ગાતું સાંભળી તે પ્રમાણે બોલવું ગાવું). 
(૫૪) માનસી કાવ્યક્રિયા (મનમાં કાવ્ય કરીને શીધ્ર કહેવું). 
(૫૫) ક્રિયાવિકલ્પ (ક્રિયાનો પ્રભાવ બદલવો). 
(૫૬) છલિતકયોગ (છલ કે ધૂર્તતા કરવી). 
(૫૭) અભિધાન કોષ (છંદોનું જ્ઞાન). 
(૫૮) વસ્ત્રગોપન (વસ્ત્રોની રક્ષા કરવી). 
(૫૯) દ્યુતવિશેષ (જુગાર રમવો). 
(૬૦) આકર્ષણક્રીડા ( પાસા વગેરે ફેંકવા). 
(૬૧) બાળક્રિડા કર્મ (બાળકને રમાડવું). 
(૬૨) વૈનાયકી વિદ્યાજ્ઞાન (વિનય, શિષ્ટાચાર, ઇલ્મ વગેરે કરવા). 
(૬૩) વૈજયિકી વિદ્યાજ્ઞાન (જય મેળવવાને માટે જાણવાની ક્રિયા. જેમકે, શિકાર, લશ્કરી તાલીમ વગેરે). 
(૬૪) વૈતાલિકી વિદ્યાજ્ઞાન (રાગ, પાઘ, પરખ, નાડી, ન્યાય, તરવું, તંતરવું અને ચોરી કરવી).

(સંદર્ભ - ભગવદ્ગોમંડલ) 
        આપણાં શાસ્ત્રો પણ આવી જુદી જુદી કલાઓનો ઉલ્લેખ થયો છે....

13 એપ્રિલ, 2018

ભારત રત્ન

    ભારત રત્ન 


         ભારત રત્ન સન્માન એટલે શું ? તે કોને મળે છે ? કયાંં કામ માટે ભારત રત્ન સન્માન મળે છે ...... 
        ભારત રત્ન એ ભારત દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર છે. આ પુરસ્કાર દેશની સેવા બદલ આપવામાંં આવે છે. 
         અહિં આપણે ભારત રત્ન એવોર્ડ આપવાની શરુઆત ક્યારથી થઇ. અને કયા કયા ક્ષેત્રે આ એવોર્ડ મળે છે તે 
              જોઇશુ.
         ભારત રત્ન પુરસ્કારની સ્થાપના બીજી જાન્યુઆરી ૧૯૫૪નાં રોજ તે સમયનાં રાષ્ટ્રપતિ શ્રી રાજેંદ્રપ્રસાદે કરી હતી.
    પહેલાં આ સન્માન દેશ માટે કરેલ સેવાઓ જેવી કે, કલા,સાહિત્ય,વિજ્ઞાન અથવા જાહેર ક્ષેત્રે પ્રદાન કરવા બદલ 
    આપવામાં આવતી હતી., પરંંતુ ડિસેમ્બર ૨૦૧૧ના સુધારા મુજબ કોઇ પણ ક્ષેત્રે ઉત્ક્રુષ્ટ પ્રદાન આપવા બદલ આ 
    સન્માન આપવાનુંં નક્કિ કરવામાં આવ્યું.આ સન્માન માટે દર વર્ષે વધુમાં વધુ ત્રણ નામની ભલામણ ભારતનાં 
                વડાપ્રધાન દ્વારા ભારતનાં રાષ્ટ્રપતિ કરવામાં આવે છે,
            ૧૯૫૪થી આ સન્માન આપવામાં શરુઆત થઇ અને અત્યાર સુધી કુલ ૪૫ વ્યક્તિઓને ભારત રત્ન સન્માન 
    મળ્યું છે. આ સન્માન મેળવનાર વ્યક્તિને રાષ્ટ્ર્પતિની સહી વાળું એક પ્રશસ્તિપત્રક અને પિપળાના પાનનાં 
    આકારનુંં સન્માનચિંન્હ આપવામાં આવે છે. આ સન્માન સાથે કોઇ નાણાંકિય પુરસ્કાર આપવામાંંઆવતો નથી.
    અને ભારત રત્ન સન્માન મેળવાનાર વ્યકિત ભારતનાં શિષ્ટાચારની યાદીમાં સાતમા ક્રમે ગણવામાં આવે છે.
        આ સન્માન મેળવનાર સૌથી મોટી ઉંંમરની વ્યક્તિ જાણીતા સમાજસેવક શ્રી ઘોન્ડો કેશવ કર્વે હતાં. તેમને 
    આ સન્માન ૧૦૦ વર્ષની ઉંંમરે મળ્યુંં હતુ તો સૌથી યુવા વયે આ સન્માન મેળવનાર વ્યક્તિ જાણીતા ક્રિકેટર સચિન
    તેંદુલકર હતાં. સૌપ્રથમ મરણોપરાંત ભારતરત્નનુ સન્માન મેળવનાર ભારતનાં વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી હતાં 
    તેમને આ સન્માન ૧૯૬૬માં મળ્યું હતું( શરૂઆતમાં મરણોપરાંત સન્માન અપાતુ નહોતુ પણ ૧૯૫૫ પછી આ 
    સન્માન આપવાનુ નક્કિ કરાયું ) અત્યાર સુધીનાં ૪૫ ભારતરત્ન સન્માનમાંંથી ૧૨ વ્યક્તિઓને મરણોપરાંત સન્માન
    આપવામાં આવ્યુ છે..
           આમ તો સામાન્ય રીતે આ સન્માન ભારતનાંં વ્યક્તિઓને જ મળે છે પરંતુ અમુક વિદેશની વ્યક્તિઓ છે જેમને 
    આ સન્માન આપવામાંં આવ્યુ છે, જેમાં ભારત બહાર જન્મેલાં પણ ભારતનુ નાગરિકત્વ મેળવનાર
    મધર ટેરેસાને ૧૯૮૦માં આ સન્માન આપવામાં આવ્યુ આ ઉપરાંત પાકિસ્તાનના નાગરિક અબ્દુલ ગફારખાન,દક્ષિણ 
    આફ્રિકાનાં નેલ્શન મંડેલા અને બીજા બે વિદેશી નાગરિકોને આ સન્માન આપવામાં આવ્યુ છે. 
           
                  

    ભારતરત્ન મેળવેલ મહાનુભાવોની યાદી

            ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન (૧૯૫૪),  સી. રાજગોપાલાચારી (૧૯૫૪) ,સી. વી. રામન (૧૯૫૪),
     ભગવાન દાસ (૧૯૫૫) ,એમ.વિશ્વેસવરીયા (૧૯૫૫), જવાહરલાલ નેહરુ (૧૯૫૫), 
                                     ગોવિંદ વલ્લભ પંત (૧૯૫૭) ધોંડો કેશવકાર્વ (૧૯૫૮), બિધાન ચંદ્ર રોય (૧૯૬૧), 
                                પુરસોત્તમદાસ ટંડન (૧૯૬૧),   ડૉ. રાજેન્દ્ર પ્રસાદ (૧૯૬૨) ,  ડૉ. ઝાકીર હુસૈન (૧૯૬૩), 
                                   પાંડુરંગ વર્મન કાણે (૧૯૬૩), લાલ બહાદુર શાસ્ત્રી (૧૯૬૬), ઈન્દિરા ગાંધી (૧૯૭૧),
                                         વી.વી. ગીરી (૧૯૭૫), કે. કામરાજ (૧૯૭૬) ,  મધર ટેરેસા (૧૯૮૦),  
                               આચાર્ય વિનોબા ભાવે (૧૯૮૩)   ,અબ્દુલ ગફાર ખાન (૧૯૮૭), એમ. જી. રામચંદ્રન (૧૯૮૮), 
                                  ડૉ. ભીમરાવ રામજી આંબેડકર (૧૯૯૦), નેલ્સન મંડેલા (૧૯૯૦), રાજીવ ગાંધી (૧૯૯૧)
                               સરદાર વલ્લભભાઈ પટેલ (૧૯૯૧), મોરારજી દેસાઈ (૧૯૯૧), અબુલ કલામ આઝાદ (૧૯૯૨), 
                                     જે. આર. ડી. તાતા (૧૯૯૨), સત્યજીત રે (૧૯૯૨) ડૉ. એ. પી. જે. કલામ (૧૯૯૭), 
                                ગુલઝારીલાલ નંદા (૧૯૯૭) ,અરુણા અસફ અલી (૧૯૯૭) ,એમ. એસ. સુબ્બુલક્ષ્મી (૧૯૯૮), 
                                 ચિદમ્બરમ સુબ્રમણ્યમ (૧૯૯૮) ,જયપ્રકાશ નારાયણ (૧૯૯૮), પંડિત રવિ શંકર (૧૯૯૯) ,
                                      અમર્ત્ય સેન (૧૯૯૯), ગોપીનાથ બોરદોલોઈ (૧૯૯૯), લતા મંગેશકર (૨૦૦૧) 
                                   બિસ્મિલ્લાહ ખાન (૨૦૦૧), ભીમસેન જોશી (૨૦૦૯), સી.એન.આર.રાવ (૨૦૧૩) ,
                                સચિન તેંડુલકર (૨૦૧૩), મદન મોહન માલવીયા (૨૦૧૪) ,અટલ બિહારી વાજપેયી (૨૦૧૪)


    ભારત રત્ન પછીના સન્માનમાં અનુક્ર્મે પદ્મવિભુષણ ,પદ્મભુષણ અને પદ્મશ્રીનો સમાવેશ થાય છે.


        
      
              
       
      

જલિયાવાલા બાગ હત્યાકાંડ

જલિયાવાલા બાગ હત્યાકાંડ



           મિત્રો, આજથી ૯૮ વર્ષ પહેલાં ૧૯ એપ્રિલ ૧૯૧૯નો ગોઝારો દિવસ ભારતનાં ઇતિહાસમાં કાયમ માટે સોનેરી અક્ષરોએ અંકિત થઇ ગયો.    
           આ દિવસે પંજાબનાં અમ્રુતસર ખાતે આવેલાં જલિયાવાલા બાગમાં અંગ્રેજ જનરલ ડાયરે 'રોલેટ એક્ટ' નાં વિરોધમાં ભેગા થયેલા લોકો પર ૧૦ મિનિટમાં ૧૬૫૦ રાઉન્ડ ગોળીઓ ફાયર કરી કાળો કેર વર્તાવી દીધો હતો.  
        જલિયાવાલા બાગના મેદાન ત્રણ બાજુ મકાનોની મોટી દિવાલો હતી. માત્ર એક જ સાંકડો રસ્તો હતો જે જનરલ ડાયરે તેના ૯૦ સૈનિકોની ફોજથી રોકી લિધો હતો . આ મેદાનમાં વચ્ચે એક કુવો હતો. જેમાંં ગોળીઓના વરસાત વરસાદમાં ઘણાં લોકોએ કુદીને પોતાના જીવ આપી દીધા હતાં. બ્રિટિશ આંકડા અનુસાર    કુવામાંથી ૧૨૦ લાશો કાઢવામાં આવી હતી , તો ૩૦૦ માણસો મ્રુત્યુ પામ્યાં હતાં અને ૨૦૦ જેટલાં ઘાયલ થયાં હતાં જેમાં ૩૩૭  પુરૂષો, ૪૧ કિશોરો અને એક ૬ માસનાં બાળકનો સમાવેશ થાય છે, તો એક બાજુ જલિયાવાલા બાગમાં ૩૩૮ની યાદી છે , જ્યારે અમ્રુતસર ડેપ્યુટી કમિશનરનાં કાર્યાલયમાં ૪૮૪ શહિદોની યાદી છે.. તો અનાધિકારીક આંકડા પ્રામાણે ૨૦૦૦થી વધુ મ્રુત્યુ પામ્યાં હતાં તો ૩૦૦૦થી વધુ ઘાયલ થયાની વાત મળે છે.... વાત જે હોય એ પણ આ દિવસ ભારત દેશ માટે ગોઝારો સાબીત થયો..   
         અહીંં આપણે  જલિયાવાલા બાગનાં હત્યાકાંડની એક ડોક્યુમેંટ્રી ફિલ્મ મુકેલી છે...જે જોવા મારી આપશ્રીને નમ્ર વિંંનતિ છે.   

" જરા યાદ કરો કુરબાની......" જય હિંદ .....જય હિંદ......જય હિંદ..  
ભારતમાતા કી જય ....

11 એપ્રિલ, 2018

હ્રદયના ધબકારા કેટલી વાર બંધ રહી શકે......


     હ્રદયના ધબકારા કેટલી વાર સુધી બંધ રહી શકે......

                 
                          

         
     મિત્રો આપણે સૌ એ વાત તો જાણીએ છીએ કે આપણા શરીરમાં હ્રદય છાતીના ભાગમાં વચ્ચે આવેલું છે અને તેનું વજન ૨૫૦ થી 300 ગ્રામ જેટલું હોય છે.
       એક તંદુરસ્ત સ્ત્રીનું હ્રદય એક મિનિટમાં ૭૮ થી ૮૨ વખત અને તંદુરસ્ત પુરુષનું હ્રદય ૭૨ થી ૭૭ વખત ધબકે છે...  અને જો કોઈ વ્યક્તિ શ્રમ કરતી હોય, ક્રોધે ભરાઈ હોય, ગભરાઈ ગયી હોય, કે ઉત્તેજનામાં આવી ગઈ હોય તો આ ધબકારાની સંખ્યા વધી જાય છે...એક તંદુરસ્ત માણસનું હ્રદય દર ૧ મિનિટે ૫ થી ૬ લીટર લોહી રક્તવાહિનીમાં ધકેલે છે....
       હ્રદયની આ બધી વાતો આપણે સૌ જાણીએ છીએ....
     પરંતુ શું આપણે એ જાણીએ છીએ કે આ હ્રદયના ધબકારા કેટલી મિનિટ સુધી બંધ રાખી શકાય? કેટલીવાર બંધ રાખી શકીએ ? કેટલીવાર સુધી બંધ રહી શકે છે? શું હ્રદય બંધ હોય તો માણસ જીવી શકે?
        😟ના.......😟
   પણ,  અમેરીકામાં  ૨૦ વર્ષની એક છોકરીનું હ્રદય 3 કલાક અને ૩૨ મિનિટ સુધી બંધ રહ્યું હતું આ સમય દરમિયાન આ છોકરીને જીવતી રાખવાં માટે ૧૭ જેટલા ડોક્ટરો ભેગાં થઈ ને બહારથી લોહી ફરતું રાખીને તેને જીવતી રાખી હતી....
       તો મિત્રો જોયુંને હ્રદય બંધ હોવા છતાં પણ ડોક્ટરોએ બહારથી શરીરમાં લોહી આપીને પણ માણસને જીવતો રાખ્યો છે... આવા ઘણાં કિસ્સા છે...
હ્રદયના ધબકારા કેટલી વાર બંધ રહી શકે...@ saurabhkumarpatel.blogspot.com

10 એપ્રિલ, 2018

પ્રેમ અને વિશ્વાસ એક બીજાના પર્યાય

       
                                  પ્રેમ અને વિશ્વાસ

                 
                               
    
         "આ દુનિયામાં પ્રેમ અને વિશ્વાસ એ બે એવા છોડ છે જે ક્યારેય કરમાતા નથી  અને જો એક વાર કરમાઈ ગયા તો ફરી ક્યારેય ફરી ઉગતા નથી"               

        પ્રેમ એટલે "હું" નહીં, પ્રેમ એટલે "તું" પણ નહીં....પણ પ્રેમ એટલે "હું" થી "તું" સુધી પહોંચવાનો રસ્તો છે 
  આજે જોઈએ છીએ કે તે દુનિયામાં સાચા પ્રેમનું કોઈ અસ્તિત્વ
અત્યારે પ્રેમ Use ND throw જેવો થઈ ગયો છે...
      કોઇ તમને એના જીવ કરતાં પણ વધારે પ્રેમ@કરતો હોય 
એના પોતાના કરતાં પણ તમારા પર વિશ્વાસ રાખતો હોય તો એ
વિશ્વાસ તૂટે ના એ જોવું ખૂબ જરૂરી છે. કેમકેે@પ્રેમ અનેવિશ્વાસ એ એક બીજાનાં પૂરક છે. જો પ્રેમ તૂટશે  તો વિશ્વાસ તૂટશે અને વિશ્વાસ તૂટશે તો પ્રેમ તૂટશે. 
      જગતમાં આ બે છોડ એવા છે કે ક્યારેય કરમાતા નથી અને
જો એક વાર કરમાઈ જાય તો એ ફરી ક્યારેય ઉગતા નથી.. 
        પ્રેમ અને વિશ્વાસનો સંબંધ સાગર અને સરિતા જેવો હોય છે. જેવી રીતે સરિતા સાગરમાં ભળી જઈ ને એકથઈ જાય છે એમ પ્રેમ અને વિશ્વાસ એક બીજામાં ભળીને એક થઈ જાય છે.જયાં સાચો પ્રેમ હોય છે ત્‍યા વિશ્વાસ આપોઆપ જ આવી જાય છે. 

          બહું ઓછા લોકોને આવા સાચા અને પવિત્ર પ્રેમનો અનુભવ થતો હોય છે. બહું ઓછા લોકોને આવો અલૌકીક સ્‍નેહ મળે છે. આવો સંબંધ એક એવો સંબંધ છે કે જેને આપણે ઇચ્‍છવા છતા તોડી શકતા નથી. જયારે ઋણાનુબંધ વાળી વ્‍યકિત શ્રેષ્‍ઠ સ્‍થાને હોય, પ્રેમી હોય અને જે આપણને યોગ્‍ય પંથ પર લઇ જઇને એ જ પંથ પર ટકાવી રાખનાર હોય ત્‍યારે માનવુ કે આપણો આ ભવ સફળ થઇ ગયો.
‘જીવનનું ખાતર નાખ્‍યા વિના પ્રેમનું વૃક્ષ મોટું થતુ નથી
‘ભૂલ તારી નહીં પરંતુ ‘ભૂલ' મારી છે એમ સમજવું એ જ સાચો પ્રેમ'. 
         માટે જે કહેવાયું છે કે જો જીવનમાં સાચા પ્રેમની એક ઝલક મળી જાય તો એ પ્રેમને દિલથી સ્વીકારી લેજો.... કેમ કે એ એહસાસ ફરી, એ ક્ષણ ફરી મળે કે ના મળે... 
     જો તમે કોઇનો વિશ્વાસ સાચવી શકતા નથી તો એ વિશ્વાસ તોડવાનો તમને કોઈ જ હક નથી... 
          ફરી કહું છું કે જો વિશ્વાસ છે તો પ્રેમ છે અને પ્રેમ છે તો અને તો જ વિશ્વાસ છે....